આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશમાં બધા જ ભણેલા કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો નથી વસતા. અહીં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો છે. ઘરકામ કરતા લોકો છે. અભણ અને સેલફોન ઉપર પોર્ન જોતાં લોકો છે. જેમને સારા-નરસાની સમજ નથી. યુરોપ કે અમેરિકામાં ટૂંકામાં ટૂંકી શોર્ટસ, સ્પગેટી ટોપ, કે પેટ દેખાય, પીઠ દેખાય એવા કપડાં પહેરીને ફરતી છોકરી સામે મોટે ભાગે કોઈ જોતુ પણ નથી. એ દેશમાં આવા પ્રકારના વસ્ત્રો એ નવાઈ નથી. લોકો આવાં વસ્ત્રો જોઈને ટેવાઈ ગયા છે. આપણા દેશમાં આ કહેવાતી ફેશન છેલ્લા દાયકામાં આવી જેને માટે આ દેશ હજુ તૈયાર નથી આપણે ત્યાં પોલિસિંગ બહુ થાય છે.
આવા લોકો મોર્ડન વસ્ત્રો પહેરેલી છોકરીઓને જોઈને ઉશ્કેરાય છે. એમણે જો પેલી પોર્ન ફિલ્મો કે એમના ગંદા વિચારો આવાં વસ્ત્રોને કારણે વધુ ગંદા બને છે. આપણે આધુનિકતાનો દાવો કરીએ છીએ પરંતુ આપણે અંદરથી એટલા જૂનવાણી અને સંકુચિત છીએ આપણી ધાર્મિકતા લાલચુ અને ગરજાઉ છે. આપણને જાણીને આઘાત લાગે કેટલીકવાર કાને પડતી અછડતી કોમેન્ટસ ભીતરથી હચમચાવી મૂકે એટલી ગંદી અને સસ્તી હોય છે. પરંતુ પુરુષ માફી માગે ત્યારે પત્ની પાસે એને માફ કરી દેવાની અપેક્ષા રાખવામાં આવે છે. અથવા દબાણ પણ કરવામાં આવે છે. બિન્દાસ બોલ્ડ અને આધુનિક હોવાની ઇમેજ ભલે ગમે એટલી પબ્લિસિટી અપાવે પરંતુ ભારતમાં સન્માન મેળવવા માટે સ્ત્રીએ ઘણો સંઘર્ષ કરવો પડે છે. મેરા ભારત મહાન.
ગંગાધરા – જમિયતરામ હ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આદિવાસી તરીકે મારી જ ચર્ચા
મારો જન્મ તાપીનાં પદમડુંગરી ગામે થયો છે. એક આદિવાસી તરીકે મારી આંખે વિતેલી અમુક પળ લખુ છું. અમારું આખું પરીવાર ભેગું થાય તો એક ખટારો નાનો પડે એટલી વસ્તી, આજે ધર્મ, રાજકીય કે આર્થિક પાસાના કારણે સંપીને રહી શકતો નથી. આદિવાસી તરીકે પરિવારની તૂટતી રેખા અને જોડતી કડી વચ્ચે સત્ય પ્રસંગ લખવાં માગું છું. જયારે દાદીનું અવસાન થયું ત્યારે મારાં પરિવારનાં ખ્રિસ્તી મોટા બાપાએ મુંડન ન કરાવ્યું, મરણ વિધી કરવામાં આવી તેમાં ભાગ ન લીધો. ચાલો ખ્રિસ્તી પરિવાર છે માની લીધું. પોતે આઝાદ છે.
પણ આખો પરિવાર દુઃખમાં હાજર હોય- ભાગીદાર થવું સહજ ફરજ હોય પણ અહીં ખ્રિસ્તી હોવાના નાતે ઘરે બેસી જોયા કરવું હાજરી ન આપવી કેટલું યોગ્ય? આદિવાસી એકતા આમ તૂટી છે. આદિવાસી અવાજ આ રીતે વેડફાઈ ગયો છે. આદિવાસી પરિવારનાં સભ્યો આજે પણ ખ્રિસ્તી હોવાના નાતે બીજાનાં ઘરે આદિવાસી હોવા છતાં અવિશ્વાસી કહી વિધી વિધાનમાં ભાગ લેવા ઉભા રહી શકતા નથી. જે ધાર્મિક પ્રથાથી આદિવાસી એકતાનું બળ તૂટી ગયું કડવું સત્ય છે. નવી પેઢીએ એવી રીતે ઉભા થવાનું રહ્યું કે આદિવાસી તરીકે બંધારણમાં ક્યાં હક છીનવી લેવામાં આવે છે. ત્યાં અવાજ કરો આદિવાસી એકતા બળમાં ક્યાં ભૂલ થાય છે. જય જોહાર.
તાપી – હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.