Business

બિલોઠી

ત્રણ જિલ્લા, ત્રણ તાલુકાની નજીક અને મોહન નદીના કિનારે વસેલું ગામ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલું અને મોહન નદીના કિનારે વસેલું ગામ એટલે બિલોઠી. જે આજુબાજુમાં ત્રણ જિલ્લાના ત્રણેય તાલુકા નજીક પડે છે. નેત્રંગથી ૨૨ કિ.મી. દૂર, સુરત જિલ્લાના ઉમરપાડાથી ૯ કિ.મી. અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી ૨૨ કિ.મી. દૂર આવેલું છે. સાતપુડા પર્વતમાળામાં અને ચોમાસામાં સોળે આ ગામ ખીલી ઊઠે છે. સો ટકા શુદ્ધ ઓક્સિજન મળે એવું બિલોઠી આજથી લગભગ બે દાયકા પહેલા ખૂબ જ પછાત હતું. પરંતુ આજે ધીમે ધીમે પ્રગતિનાં શિખરો સર કરી રહ્યું છે. ૨૯૪૮ની વસતી ધરાવતું આ ગામ જંગલ વિસ્તારથી ઘેરાયેલું છે. બિલોઠી ગામની વિશેષતા એ છે કે, ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ, ડેપ્યુટી સરપંચ પદ સહિત સૌથી વધુ સભ્ય ધરાવતી મહિલાઓ ચલાવી રહી છે. બિલોઠી ગામમાં ૧૦૦ ટકા વિધવા સહાય મળતાં સૌને આર્થિક આધાર મળે છે. જો કે, હજુ કેટલાંક કામો કરવાના બાકી છે. પરંતુ એ પણ ગ્રામજનોના સહકારથી થઈ જશે.

ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત મહિલાઓ ચલાવી રહી છે

બિલોઠી માધ્યમિક શાળા “શ્રેષ્ઠ શાળા” તરીકે પસંદગી પામી હતી

બિલોઠી ગામ છેવાડે આવેલું હોવાથી બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવાનું મુશ્કેલ હતું. ગત તા.૮ જૂન-૨૦૦૯ના રોજ બિલોઠી ગામમાં સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં જૂના ભાડુતી મકાનમાં ધો-૯માં ૩૫ વિદ્યાર્થીને પ્રવેશ આપી શાળા ચાલુ કરાઈ હતી. બાદ બીજા વર્ષે ૯ અને ૧૦ના નવા વર્ગો શરૂ કરાયા હતા. જો કે, માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવતાં સરકારી માધ્યમિક શાળાને અદ્યતન મકાનની તાતી જરૂરિયાત છે. જેને લઈ લગભગ બે એકરની જગ્યામાં વર્ષ-૨૦૧૫માં અદ્યતન મકાન બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તમામ વર્ગખંડો, પ્રયોગશાળા, લાઇબ્રેરી, આર્ટ રૂમ, ગર્લ્સ રૂમ, આચાર્ય તેમજ શિક્ષકો માટે અલગ અલગ ઓફિસ મળી કુલ ૧૩ ઓરડા બનાવ્યા હતા. આ માધ્યમિક શાળાની વિશેષતા એ છે કે, આહલાદક બગીચો મળી રમતગમતનું મેદાન આવેલું છે. વર્ષ-૨૦૨૦-૨૧માં ધો-૧૧ અને ૧૨મું શરૂ કરી હાલમાં કુલ 4 ધોરણમાં ૧૬૫ વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને આ શાળામાં ઇનચાર્જ આચાર્ય યોગેન્દ્રસિંહ સિમોદરીયા સહિત નવ શાળાનો સ્ટાફ ધરાવે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરાય છે. જે વર્ષે ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત થઇ એ જ વર્ષે ભરૂચ જિલ્લામાં “શ્રેષ્ઠ શાળા” તરીકે પસંદગી થઇ હતી અને એ જ વર્ષે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એગ્રીકલ્ચર ટ્રેડની શરૂઆત કરાઈ હતી. હમણા સુધી પોતાના વિષયમાં ૧૦૦ ટકા પરિણામ આવતાં પાંચ શિક્ષકોનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ-૨૦૨૦-૨૧માં શાળાનાં ઈ.ચા. આચાર્ય ગણિત-વિજ્ઞાન શિક્ષકની શાળામાં કરાયેલા ઇનોવેશનમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઈ હતી. બિલોઠી સરકારી માધ્યમિક શાળા દર વર્ષે વિજ્ઞાન મેળો, ખેલ મહાકુંભ, કલા મહોત્સવમાં ભાગ લે છે. વર્ષ-૨૦૨૪માં ધો-૧૦માં ૯૭.૩૭ ટકા અને ધો-૧૨માં ૯૭.૯૬ ટકા મેળવ્યા છે.

Most Popular

To Top