બીલીમોરા: બીલીમોરા (Billimora) ખાડા માર્કેટ પાસેના ઓવરબ્રિજ (Overbriedge) નજીક પાણી ભરતી શ્રમજીવી મહિલાને (Women) નગરપાલિકાના ટ્રેકટર ચાલકે અડફેટે લેતાં તેનું મોત (Death) નીપજ્યું હતું. માતાનું (Mother) મોત થતાં તેના ચાર માસૂમ બાળકો (Children) નોંધારા બની ગયા છે. અકસ્માત (Accident) કરનાર નગરપાલિકાના ટ્રેકટરચાલકની પોલીસે (Police) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રથી મજૂરીકામ અર્થે બીલીમોરા આવેલું દંપતી શુક્રવારે સાંજે મજૂરીકામેથી પરત ફર્યુ ત્યારે પતિ વિનોદ માર્કેટ પાસેના ઓવરબ્રિજ પાસે બેઠો હતો અને પત્ની ગીતાબેન વિનોદ પવાર પીવાનું પાણી ભરવા માટે એક દુકાન પાસે ગઇ હતી. જ્યારે તેના ચાર માસૂમ બાળકો રમતા હતા તે સમયે નગરપાલિકાના ટ્રેક્ટર GJ.21.G.238નો ચાલક મયંક ભરત પટેલે ગીતાબેન ઉપર ટ્રેકટર ચઢાવી દેતાં ગીતાબેનને ગંભીર ઈજા થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પતિ વિનોદની ફરિયાદના આધારે પોલીસે મયંક સામે ગુનો નોંધી એની ધરપકડ કરી હતી. માતાના અચાનક મોતના પગલે તેના ચાર માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
કોળી ભરથાણા પાસે ઈંટ ભરેલો ટેમ્પો પલટી મારી જતાં એક મજૂરનું મોત
કામરેજ: શનિવારના રોજ વહેલી સવારે કામરેજ-ઓરણા રોડ પર જતો આઈસર ટેમ્પો કોળી ભરથાણા ગામ પાસેથી પસાર થતો હતો. એ વેળા ચાલકે કાબૂ ગુમાવતાં ટેમ્પો રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં પલટી મારી જતાં ટેમ્પામાં સવાર ત્રણ મજૂરને ઈજા થઈ હતી. જ્યારે કેબિનમાં બેસેલા એક મજૂરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું.
કામરેજ તાલુકાના અંત્રોલી ગામે આવેલા ઈંટના ભથ્થા પરથી શનિવારે વહેલી સવારે ઈંટો ભરી ટેમ્પો નં.(જીજે 05 બીએક્સ 2153) બારડોલી ખાતે ખાલી કરવા માટે ટેમ્પોનો ચાલક કડસીયા વાલાભાઈ કટારા તેમજ ભથ્થા પર રહેતા રાજસ્થાનના મજૂરો વિનોદ નરસિંહ, ગોવા રમેશભાઈ, પરેશ મગનભાઈ તેમજ ભાનુ વાલા કટારા સાથે નીકળ્યા હતા.
ટેમ્પોમાં ચાલક સાથે આગળ કેબિનમાં ભાનુ બેસેલો હતો. કામરેજ-ઓરણા રોડ પર કોળી ભરથાણા ગામની સીમમાં વહેલી સવારે આશરે 5.30 કલાકે ચાલકે કાબૂ ગુમાવતા ઈંટ ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં કેબિનમાં બેસેલો ભાનુ દબાઈ ગયો હતો. જ્યારે પાછળ બેસેલા અન્ય ત્રણેય મજૂરને સામાન્ય ઈજા થઈ હતી. મજૂરોએ બૂમાબૂમ કરતાં રાહદારીઓએ દોડી આવી દબાઈ ગયેલા ભાનુને કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ કેબિનમાં દબાઈ જતાં કામરેજ ચાર રસ્તાની ઈઆરસીની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવીને જે.સી.બી. મશીનથી ટેમ્પોનું કેબિન ઊંચું કરી ભારે જહેમત બાદ ભાનુને કેબિનમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં કમર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં ટેમ્પોચાલક સામે કેતન વેકરિયાએ ફરિયાદ નોંધાવી હતી.