Dakshin Gujarat

બીલીમોરા: દેવસરના યુવકે ઓનલાઈન મંગાવેલી 1500 રૂપિયાની સાડી 40 હજાર રૂપિયામાં પડી

બીલીમોરા: (Bilimora) બીલીમોરા દેવસરના યુવકને ઓનલાઈન (Online) સાડી મંગાવવી ભારે પડી હતી. ફેસબુક (Facebook) પર સસ્તા બજાર ઓનલાઈન શોપિંગમાંથી રૂપિયા ૧૫૦૦ સાડી મંગાવતા વિવિધ બહાને રૂપિયા ૪૦૬૮૫ ટ્રાન્સફર કરાવી લીધાં. ભોગ બનનાર યુવકે બીલીમોરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના દેવસર ગામે સરદાર માર્કેટ સામે કમલ કોમ્પલેક્ષમાં રહેતા અમિતભાઇ પાઠકે ફેસબુક ઉપરથી સસ્તા બજાર ઓનલાઈન શોપિંગ પરથી તેમની પત્ની માટે રૂ.૧૫૦૦ ની સાડી પસંદ આવતા કેશ ઓન ડિલિવરીથી સાડી મંગાવી હતી. જે બાદ તેમને ફોન કરી ઠગે જણાવ્યુ હતુ કે, તમારામાં જીપીએસની ખામી આવતાં રૂપિયા ૧૯૪૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ ફરી ફોન કરી પૈસા નહીં મળ્યા હોવાનું જણાવી ફરીથી વિશ્વાસ સંપાદન કરી ૧૯૪૬ ફરી ટ્રાન્સફર કરાવ્યા હતા.

જે બાદ જી.એસ.ટીના ૨૧૫૦ અને ૩૧૫૦ ટ્રાન્સફર કરાવી અમિતભાઈને વિશ્વાસમાં લઈ બીજા રૂપિયા ૧૯૯૯, રૂપિયા ૫૧૫૦, રૂપિયા ૫૧૦૦, રૂપિયા ૫૦૦૦, રૂપિયા ૭૧૦૦, અને રૂપિયા ૭૧૦૦ મળી અમિતભાઈ પાસેથી કુલ રૂપિયા ૪૦,૬૮૫ જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી. જે બાદ તેમને નાંણાકીય છેતરપિંડી થયેલાનું જણાતા બીજા પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા. જે અંગે તેમણે પ્રથમ ઓનલાઇન નાંણાકિય છેતરપિંડી બાબતે સાયબર ક્રાઇમ પોર્ટલ ગાંધીનગર ખાતે અને બીલીમોરા પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ રૂપિયા ૧૫૦૦ ની સાડી ૪૦,૬૮૫માં પડી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી ડી.જે. કન્ટ્રોલર ખરીદવાની લ્હાયમાં યુવાને 19,000 ગુમાવ્યા
ઘેજ : ચીખલી તાલુકાના તેજલાવ ગામના યુવાનને સોશિયલ મીડિયાના માધ્યમથી ડી.જે. કન્ટ્રોલર સસ્તા ભાવે ખરીદવાની લ્હાયમાં અજાણ્યા વ્યક્તિએ 19,000 રૂપિયાનો ચૂનો લગાડતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી મીત ઇશ્વરભાઈ પટેલ (ઉં.વ. 19 રહે. તેજલાવ, ચીખલી)ને મે મહિનામાં ફેસબુક ઉપર ડી.જે. કંટ્રોલર સસ્તા ભાવે મળતું હોવાથી ખરીદી કરવા માટે કોઇ અજાણ્યા વ્યક્તિએ મોબાઇલ નંબર માંગતા તેણે ફેસબુક ઉપર મેસેજ કરી મોબાઇલ નંબર મોકલાવ્યો હતો.

ત્યારબાદ એક મોબાઇલ નંબર ઉપરથી મેસેજ કરી ડી.જે. કન્ટ્રોલરના ફોટાઓ મોકલ્યા હતા અને તેની કિંમત 19,500 રૂપિયા જણાવતા અને ફોટાઓ જોતા ડી.જે. કન્ટ્રોલર પસંદ આવતા ખરીદી માટે તૈયારી દર્શાવી હતી. જેને પગલે અજાણ્યા વ્યક્તિએ તમારે પ્રથમ 5500 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે તેમ જણાવી ક્યુઆર કોડ મોકલતા આ 5500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કર્યા બાદ ફરી 3500 અને 5000 રૂપિયા મળી કુલ 19000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આમ 190000 રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કર્યા બાદ તમારે કસ્ટમ ડ્યુટીનાના 7000 રૂપિયા જમા કરાવવાનું જણાવતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા મીત પટેલે આ અંગે ઓનલાઇન અરજી કરતા સાયબર ક્રાઇમ પોર્ટલ ગાંધીનગર દ્વારા ફોડમાં ગયેલી રકમ પૈકી 4567 રૂપિયાની રકમ ફીઝ કરી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી અને આઇટી એકટની જોગવાઇ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top