Dakshin Gujarat

ધોલાઈ બંદરે નવી સૂચના ન મળે ત્યાં સુધી દરીયો ખેડવાની મનાઈ, આ છે કારણ..

બીલીમોરા. અરબી સમુદ્ર માં સંભવિત વાવાઝોડા અને સિઝ ફાયર બાદની સ્થિતિ ને પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ત્યારે ફિશરીઝ વિભાગે બીલીમોરા નજીક ધોલાઈ બંદરે માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરીયો નહીં ખેડવા તાકીદ કરી છે. જેને પગલે 67 બોટ પૈકી 65 બોટ મધ્ય દરીયે થી પરત ફરતા બંદરે લાંગરી દેવાઈ છે. જ્યારે ત્રણ બોટ ટૂંક સમયમાં પરત ફરી જશે.

ગાંધીનગર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીની સૂચના અનુસાર વર્તમાન સ્થિતિ, દરીયાઇ સુરક્ષાને ધ્યાને લેતા અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરીયો ન ખેડવા તાકીદ કરાઈ છે. હાલ જે બોટ દરીયો ખેડવા નીકળી છે તેને પરત બોલાવી લેવા અને માછીમારી માટે નવા ટોકન ઇસ્યુ ન કરવા જણાવવા માં આવ્યું છે. સૂચનાનો અમલ ન કરનાર બોટ સંચાલક સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અને અધિનિયમ 2023 હેઠળ લાયસન્સ સ્થગિત કરવાની ચીમકી અપાઈ હતી. રૂ.10 હજાર દંડ અને ઓનલાઈન ટોકન સિસ્ટમમાંથી પણ લાયસન્સ સ્થગિત કરવા અને પરત ન ફરેલી બોટ ને કોઈપણ દુર્ઘટના, જાનમાલ નુકશાનીની જવાબદારી બોટ માલિકની રહેશે એવી સૂચના અપાઈ હતી. જેને પગલે ધોલાઈ બંદરેથી દરીયો ખેડવા નીકળેલી 67 પૈકી 65 બોટ પરત ફરી હતી. અને ત્રણ બોટ પરત આવી રહી છે. જેના કારણમાં ધોલાઈ બંદર ભરતી ઓટ આધારીત છે. ભરતીના પાણી આવવાની રાહ જોતી બોટ પાણી આવતા પરત ફરશે. આમ તંત્ર દ્રારા દરીયાઇ માર્ગના દુરુપયોગ અને આતંકી પ્રવૃત્તિને રોકવા તકેદારીના ભાગરૂપે દરીયો ન ખેડવા તાકીદ કરી છે.

ચોમાસાઋતુનાં પ્રારંભ અગાઉ દૂર દરીયામાં હલચલ જોવાઈ રહી છે. અરબ સાગરમાં ચક્રવાત ઉદભવે અને વરસાદ વરસે એવી આગાહીઓ પણ સામે આવી રહી છે. 20મી મે પછી દરીયામાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈને ઠેક ઠેકાણે વરસાદ વરસી ચોમાસુ વહેલું મંડાવા ના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Most Popular

To Top