બીલીમોરામાં સ્ટેટ મોનિટરીગ સેલ (SMC) એ હથિયારોની હેરાફેરી કરનારી ગેંગ વચ્ચે ક્રોસ ફાયરિંગ કરાયું હતું. ગેંગના ચાર જણાને રાઉન્ડઅપ કરતી વખતે એક આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતા સ્વ બચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી ઘરબી દીધી હતી. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી ૨૭ જીવતા કારતુસ અને ૩ ગન કબજે કરી લીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)પોલીસને હથિયારોની હેરાફેરી કરનારી ગેંગની માહિતી મળતા પોલીસે ચાર આરોપીઓને બીલીમોરામાંથી ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચાર પૈકી એક આરોપીએ પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી પોલીસની ખાનગી કિયા કાર (જીજે ૨૧ સીસી ૫૫૯૫) ની રનિંગ બોર્ડર ઉપર લાગી હતી જ્યારે બીજી ગોળી મિસ થઈ હતી. સ્વબચાવ માં (SMC) ના પીઆઇ ચંદ્રશેખર પનારા એ પણ સામે બે રાઉન્ડ ફાયરિંગ કરતા હરિયાણાના આરોપી યશ સુંદરસિંહને પગમાં ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. જેને પોલીસે બીલીમોરા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યારે બાકીના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ બિલીમોરાની એક હોટલમાં રોકાયા હતા જે પૈકી બે સવારે બીલીમોરા સોમનાથ મંદિરે દર્શન માટે ગયા હતા જ્યારે બાકીના બે આરોપીઓને પોલીસે હોટલનો રૂમ ચેકઆઉટ કરતી વખતે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓના બીજા બે સાથીઓ સોમનાથ મંદિરે દર્શને ગયા હોવાનું પોલીસને જણાવતા પોલીસે તેઓને સાથે રાખીને સોમનાથ મંદિર પહોંચ્યા હતા જ્યાં પાર્કિંગ લોટ પાસે પોલીસ અને આરોપીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ક્રોસ ફાયરિંગ થતા એક આરોપીને પોલીસે પગમાં ગોળી મારી હતી.
એક જાણકારી મુજબ પકડાયેલા ચાર પૈકી એક આરોપી મનિશ કાલુરામ કુમાવત મૂળ રહેવાસી રાજસ્થાન હાલ રહેવાસી બીલીમોરાની તેના અન્ય સાથીદારો ની હથિયારોની હેરાફેરીના રેકેટ મા હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મળી ચાર જણાઓ ની સંડોવણી બહાર આવી હતી. પોલીસના હાથે પકડાયેલા યશસિંગ સુંદરસિંગ રહે. હરિયાણા જેણે પોલીસ ઉપર ફાયરિંગ કરતાં પોલીસે તેના પગમાં ગોળી મારતા હાલ તે બિલીમોરાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છૅ. તેની સાથે રિષભ અશોક શર્મા રહે મધ્યપ્રદેશ, મદન ગોપીરામ કુમાવત રહે રાજસ્થાન અને મનીષ કાલુરામ કુમાવત રહે રાજસ્થાન, હાલ રહેવાસી બીલીમોરા ની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી મનીષ કાલુરામ કુમાવત મૂળ રહેવાસી રાજસ્થાન હાલ રહેવાસી બીલીમોરામાં રહી અનાજ કરયાણા ની દુકાન ચલાવે છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ સામે મર્ડર, આર્મ્સ એક્ટ, ખંડણી, મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.