National

નીતિશની નવી કેબીનેટમાં RJDને મળી શકે છે મહત્વપૂર્ણ વિભાગો

પટના: (Patna) બિહારમાં સત્તા પર આવ્યા બાદ નીતિશ કુમારની કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવશે. ફરી એકવાર મહાગઠબંધન સરકારનું (Government) નેતૃત્વ કરવા જઈ રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) હંમેશની જેમ ગૃહ વિભાગ (Home ministry) પોતાની પાસે રાખી શકે છે. જો કે નવી કેબિનેટમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)નો મોટો હિસ્સો હશે અને ઘણા મહત્વપૂર્ણ વિભાગ તેમના ભાગમાં આવે તેવી શક્યતા છે. બુધવારે બપોરે માત્ર નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે શપથ લીધા છે. બાકીના સભ્યો કેબિનેટના વિસ્તરણ પછી શપથ લેશે. નવી કેબિનેટની રચના માટે પરસ્પર સંમતિ હેઠળ જેડીયુમાંથી 13 અને આરજેડીમાંથી 16 મંત્રીઓ હોઈ શકે છે. કોંગ્રેસને ચાર અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

  • બુધવારે બપોરે માત્ર નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે શપથ લીધા છે. બાકીના સભ્યો કેબિનેટના વિસ્તરણ પછી શપથ લેશે
  • નવી કેબિનેટની રચના માટે પરસ્પર સંમતિ હેઠળ જેડીયુમાંથી 13 અને આરજેડીમાંથી 16 મંત્રીઓ હોઈ શકે
  • મુખ્યમંત્રી નીતિશ કુમાર હંમેશની જેમ ગૃહ વિભાગ પોતાની પાસે રાખી શકે છે
  • નીતિશકુમાર 2013માં ભાજપ અને 2017માં આરજેડી સાથે ગઠબંધન તોડી ચૂક્યા છે
  • નીતિશકુમારનું નિવેદન: 2014માં આવ્યા તેઓ 2024 બાદ રહી શકશે કે નહીં

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી કેબિનેટની રચના અંગે સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. જનતા દળ (યુનાઇટેડ), આરજેડી અને કોંગ્રેસના લગભગ 35 સભ્યો હોવાની સંભાવના છે. જેડીયુ નેતા નીતીશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ રાજકીય સ્થિતિ પર ટેલિફોન પર વાત કરી છે. મંત્રીપદની વહેંચણીની ફોર્મ્યુલા મુજબ RJD પાસે ક્વોટામાંથી સૌથી વધુ મંત્રીઓ હશે, કારણ કે તેની પાસે 7 પક્ષોના મહાગઠબંધનમાં સૌથી વધુ ધારાસભ્યો છે. લાલુ પ્રસાદના નેતૃત્વમાં આરજેડી પાસે 79 ધારાસભ્યો છે.

જણાવી દઈએ કે નીતિશકુમાર 2013માં ભાજપ અને 2017માં આરજેડી સાથે ગઠબંધન તોડી ચૂક્યા છે. બંને વખત તેમણે સરકાર બનાવી હતી અને પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. એકવાર ફરીથી એનડીએ સાથે નાતો તોડીને ખુબ જ ગુપચુપ અંદાજમાં નીતિશકુમાર સીએમ પદ સુધી પહોંચ્યા છે. આ તરફ નીતિશકુમારે કહ્યું કે અમારી કોઈ પણ પદ માટે હાલ કોઈ દાવેદારી નથી. પરંતુ જે 2014માં આવ્યા તેઓ 2024 બાદ રહી શકશે કે નહીં. એટલે કે તેમણે હાલની કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2024ની લોકસભા ચૂંટણીમાં જીત ઉપર સવાલ ઉભા કરી દીધા છે. બિહારના સીએમ નીતિશકુમારનું આ નિવેદન મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top