National

ઘોડા પર બેસી, બારાત લઈ નીકળી દુલ્હન, પાછળ પાછળ દુલ્હેરાજા

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનો દિકરો લગ્ન કરી અને ઘોડી ચઢે. લગ્નમાં ધૂમધામથી જાન લઈ જવાના અભરખાં અને જાનમાં નાચવાના અભરખા દુલ્હેરાજાને પણ હોય છે. પરંતુ લગ્નમાં દુલ્હન ઘોડે ચઢી વરરાજાને પરણવા જાય તેવો કિસ્સો ભાગ્યે જ સાંભળ્યો હશે. બિહારના (Bihar) ગયા (Gaya) શહેરમા એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેને સાંભળી તમને પણ મજા પડી જશે. બિહારના ગયા શહેરમાં એક એર હોસ્ટેસ (Airhostes) દુલ્હન (Bride) હાથમાં મહેંદી લગાડી, તૈયાર થઈ, ઘોડા (Horse) ઉપર બેસી, નાચતે ગાજતે બારાત લઈને લગ્ન (Marriage) કરવા નીકળી હતી અને દુલ્હો (Groum) તેઓની પાછળ ગાડીમાં (Car) આવતો હતો. આ બારાતમાં દુલ્હન પોતે પણ ધોડા ઉપર બેસી ડાંસ કરતી જોવી મળી હતી. આ અનોખી બારાતને જોવા માટે લોકો ઉમટી રહ્યા હતાં. દુલ્હનને ઘોડા પર નાચતા જોઈ લોકો બોલી ઉઠ્યા હતાં કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. મહિલાઓનો જમાનો આવી રહ્યો છે.

બિહારના ગયા શહેરમાં રહેનારી અનુષ્કા ગુહાના (Anushka Guha) લગ્ન પશ્ચિમ બંગાળમાં રહેનાર જીત મુખર્જી (Jeet mukharji) સાથે થયા છે. ચાંદચૌરા સ્થિત સિરુજાર ભવન ઘર્મશાળાથી લઈ જે હોટલમાં છોકરાવાળાની રહેવાની વ્યવસ્થા થઈ હતી ત્યાં સુઘી આ બારાત નીકળી હતી. બારાતીઓનુ સ્વાગત પણ છોકરાવાળા તરફથી કરવામાં આવ્યું હતું. બારાતીઓનુ સ્વાગત કર્યા બાદ દુલ્હો દુલ્હનની પાછળ ગાડીમાં જયમાળા લઈ સ્ટેજ સુઘી પહોંચયો હતો. બારાત લઈને નીકળેલી દુલ્હન અનુષ્કા કલકત્તામા ઈંડિગો એરલાયન્સમાં એરહોસ્ટેસ તરીકે કામગીરી બજાવે છે.

જયારે અનુષ્કાને આ અનોખા લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યા તો તેણે જણાવ્યું કે આજે પણ છોકરા છોકરીઓમાં ભેદભાવ કરવામાં આવે છે. છોકરા છોકરીને એકસમાન કરવા માટે આવા બદલાવો જરૂરી થઈ રહ્યાં છે. સાથે જ જણાવ્યું કે છોકરાઓ જ શા માટે બારાત લઈને જાય છોકરીઓ પણ બારાત લઈ જઈ શકે છે.

જીત મુખર્જીને જયારે આ વિશે સવાલ કરવામા આવ્યા ત્યારે તેઓએ જણાવ્યુ કે આ કરવાથી સમાજને એક સારો સંદેશો મળી શકશે. આપણે બીજા પાસે ઘણી મોટી મોટી અપેક્ષાઓ રાખીએ છે પરંતુ મોટે ભાગે આવી ભૂલ આપણા દ્રારા જ થાય છે. આ માટે બીજા પાસે અપેક્ષા રાખવા કરતા આપણે સૌ પ્રથમ પોતાનામા પરિવર્તન લાવવું જોઈએ. તેઓએ જણાવ્યું કે આજે છોકરીઓ પુરુષો સાથે કદમ મેળવી ચાલે છે તો આમાં ખોટુ કંઈ જ નથી.

Most Popular

To Top