બિહાર : બિહારના (Bihar) કટિહાર (Katihar) જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં વિજ પુરવઠોના કાપના લીધે પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે (Police) ગોળીબાર (Firing) કર્યો હતો. આ ગોળીબારમાં ત્રણ યુવકને ગોળી વાગી હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. જયારે અન્ય બે ઘાયલ થયા હતા.
બિહારના કટિહારના ઘણા જિલ્લાઓમાં દિવસોમાં વીજળી પુરવઠો ખૂબજ ઓછો મળતો હતો. લાઈટ ક્યારે આવે અને ક્યારે જાય તેનુ નક્કિ રહેતું ન હતું. જેનાથી નારાજ લોકો આજે મોટી સંખ્યામાં બારસોઈ બ્લોક ઓફિસ પર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં બારસોઈ બ્લોક ઓફિસ પર પહોંચેલી ભીડ બેકાબૂ બની હતી. બેકાબુ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે પહેલા હવામાં ગોળીબાર કર્યો હતો. જે પછી પોલીસે લોકો પર ગોળીબાર કર્યો હતો. લોકો પર કરેલા ગોળીબારમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. જેમાં એકનું મોત થયું હતું.
જાણકારી મળતા જ કટિહારના એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા
આ ઘટનાની જાણકારી મળતા જ કટિહારના એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસપીએ આ ઘટનાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. એસપીએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં બારસોઈ બ્લોક ઓફિસ પર પહોંચેલી ભીડને વાતચીત દ્વારા મનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી હતી. પરંતુ ભીડ રાજી થઈ ન હતી અને ભડે પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. તેમણે વધારે જણાવ્યું કે ટોળાએ પોલીસને પણ દોડતી કરી દીધી હતી. જેના કારણે બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.
મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ ખુર્શીદ તરીકે થઈ હતી
પોલીસ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ ખુર્શીદ તરીકે થઈ હતી. જેમની ઉંમર 35 વર્ષ છે. મોહમ્મદ ખુર્શીદ બાસલ ગામના છચનાનો રહેવાસી છે. આ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં ઘાયલ થયેલ યુવકોમાં નિયાઝ અને સિલીગુડીને (બંગાળ) રિફર કરવામાં આવ્યા છે.
ઘટના મામલે કટિહાર આવેલા વિપક્ષના નેતાઓએ ટીકા કરી
આ ઘટના મામલે કટિહાર આવેલા વિપક્ષના નેતા વિજય સિંહા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે ગોળીબારની આકરી ટીકા કરી હતી. આ સાથે તેમણે નીતિશ સરકારને હિટલરની સરકાર ગણાવી હતી. તેમણે નીતિશ કુમારના રાજીનામાની પણ માંગ કરી હતી.