બિહારના (Bihar) ભાગલપુર જિલ્લામાં (Bhagalpur District) ગંગા નદીનું (Ganga River) વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણથી જમીન ધોવાણને કારણે ઘણાં ઘરો ગંગામાં સમાઈ રહ્યાં છે. નદીના વહેણમાં ઘરો, મોટાં વૃક્ષો તણાઈ રહ્યાં છે. જેને કારણે અહીં લોકો જાતે જ પોતાના મકાનો (Home) તોડવા પર મજબૂર બન્યા છે જેથી ઈંટો, બારી-બારણાંને બચાવી શકે. ગંગાના રૌદ્ર રૂપને કારણે લોકો ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર બન્યા છે. ભાગલપુરમાં ધોવાણને કારણે ઘણા ઘરો ગંગામાં સમાઈ ગયા છે.
- બિહારમાં ગંગાનું સ્વરૂપ વિકરાળ બનતા લોકો પોતાના મકાન તોડી રહ્યાં છે
- પાણીના ભારે વહેણથી જમીન ધોવાણને કારણે ઘણાં ઘરો ગંગામાં સમાઈ રહ્યાં છે, નદીના વહેણમાં ઘરો, મોટાં વૃક્ષો તણાઈ રહ્યાં છે
- હવામાન વિભાગે રાજ્યના 26 જિલ્લામાં વરસાદ અને વીજળી પડવા અંગે એલર્ટ જાહેર કર્યું
ભાગલપુરના સબૌર ક્ષેત્રના ગામમાં ગંગાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણને કારણે અનેક ઘરો ગંગામાં સમાઈ થઈ રહ્યાં છે. સતત ધોવાણ અને લોકો ઘર વિહોણા થવાને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ છે. લોકોનું કહેવું છે કે જિલ્લા પ્રશાસન તરફથી તેમને કોઈ મદદ કરવામાં આવી નથી. ઘણા પરિવારો ખુલ્લી છત નીચે જીવવા મજબૂર બન્યા છે. લોકો પોતાના ઘર કઈ રીતે બચાવી શકાય તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યાં છે.
હવામાન વિભાગે રાજ્યના 26 જિલ્લામાં વરસાદ અને વીજળી પડવા અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા જણાવાઈ રહી છે. હવામાન વિભાગનું માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ મોન્સૂને બિહાર પર જમાવટ કરી છે અને આ ક્રમ હજી પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બિહારના 26 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કડાકા સાથે વીજળી પડવાની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ ગંગા પટનામાં ગંગા નદીનું જળસ્તર ઘટવા લાગ્યું છે. જળ સંસાધન વિભાગના અહેવાલ મુજબ દિઘા ઘાટ પર 47.83 મીટર અને ગાંધી ઘાટ પર પાણીનું સ્તર 47.00 મીટર માપવામાં આવ્યું છે. જ્યારે દિઘા ઘાટ પર ભયજનક નિશાન 50.45 મીટર અને ગાંધી ઘાટ પર 48.60 મીટર છે.