National

રામચરિત માનસ પર વિવાદાસ્પદ નિવેદન: એવું તે શું બોલી ગયા બિહારના શિક્ષા મંત્રી

નવી દિલ્હી : બિહારના (Bihar) શિક્ષા મંત્રીએ (Education Minister) આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને લઇને હવે ધાર્મિક માહોલ તો ગરમાયો છે. સાથે રાજનૈતિક ગલિયારામાં પણ હલચલ જોવા મળી હતી. ‘મનુસ્મૃતિ, (Manusmriti) રામચરિતમાનસ ગુરુ ગોલવલકરના વિચારોનો સમૂહનું આ પુસ્તકો નફરત ફેલાવતું પુસ્તક બનીને રહી ગયું છે.જેની ઉપ ફિટકાર વરસાવતા તેમને કહ્યું હતું કે નફરતથી દેશ મહાન નથી બનતો પણ પ્રેમથી દેશ મહાન બને છે. તેમણે કહ્યું, ‘મનુસ્મૃતિ શા માટે બાળવામાં આવી કારણ કે તેમાં એક મોટા વર્ગની વિરુદ્ધ અનેક અપશબ્દો આપવામાં આવ્યા હતા. રામચરિત માનસનો વિરોધ શા માટે થયો અને કયા ભાગનો વિરોધ કરવામાં આવ્યો?’આવા અનેક સવાલો અહીં થઇ રહ્યા છે.

નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી ઝેરી બની જાય છે
શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે બુધવારે નાલંદા ઓપન યુનિવર્સિટી (NOU)ના 15માં દીક્ષાંત સમારોહ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે દેશમાં સમાજને એક કરવાને બદલે જાતિએ વિભાજિત કર્યો છે. આમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મનુસ્મૃતિ, રામચરિતમાનસ અને ગોલવલકર દ્વારા લખાયેલ બંચ ઓફ થોટ્સે 85 ટકા લોકોને સદીઓથી પાછળ રાખવાનું કામ કર્યું છે.તેમણે એમ પણ કહ્યું કે રામચરિત માનસમાં લખ્યું છે કે અધમ જાતિ મેં વિદ્યા પાયે, ભયહુ યથા આહી દૂધ પાયે. મતલબ કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી ઝેરી બની જાય છે. દૂધ પીધા પછી સાપની જેમ.

પ્રવક્તા અને ડૉ.કુમાર વિશ્વાસે તેમના પર નિશાન સાધ્યું
ઉલ્લેખનીય છે કે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરત ફેલાવનાર પુસ્તક ગણાવ્યું છે. જેના ઉપર હવે અલગ-અલગ લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે. નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિતમાનસને સમાજમાં વિભાજન કરનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમના આ નિવેદન પર વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ડૉ.કુમાર વિશ્વાસે તેમના પર નિશાન સાધ્યું છે.

આ પુસ્તકો પર ટિપ્પણી દીક્ષાંત સમારોહ પછી કરી
જ્યારે શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરને રામચરિતમાનસ પરના તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મનુસ્મૃતિમાં, 85 ટકા વસ્તી ધરાવતા સમાજના એક મોટા વર્ગ સામે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. આ એવા ગ્રંથો છે જે નફરતની વાવણી કરે છે.” તેમણે વધુમાં કહ્યું, “એક યુગમાં મનુસ્મૃતિ બીજા યુગમાં રામચરિતમાનસ ત્રીજા યુગમાં ગુરુ ગોવાલકરની વિચારધારા આ બધા દેશને સમાજને નફરતમાં વહેંચે છે. નફરત ક્યારેય દેશને મહાન નહીં બનાવી શકે. પ્રેમ જ દેશને મહાન બનાવશે.

Most Popular

To Top