બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર ગોબર અને ચપ્પલોનો મારો કરવામાં આવ્યો હતો. લખીસરાયમાં મતદાન દરમિયાન અશાંતિ ફેલાઈ હતી જે દરમિયાન તેમના કાફલા પર પથ્થર, ગોબર અને ચપ્પલો ફેંકવામાં આવ્યા હતા. સિંહાએ આ ઘટના માટે આરજેડીને દોષી ઠેરવતા કહ્યું છે કે આરજેડી ગુંડાઓએ હુમલો કર્યો છે. આરજેડી એમએલસી અજય સિંહ અને ડેપ્યુટી સીએમ વિજય સિંહા વચ્ચે રસ્તા વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી દલીલ થઈ અને વિવાદ ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગયો.
લખીસરાયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાના વાહનને ઘેરી લેવામાં આવ્યું હતું તેમજ પથ્થર, ગોબર અને ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા અને “વિજયકુમાર મુર્દાબાદ” ના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે હસ્તક્ષેપ કર્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના માટે આરજેડી સમર્થકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર ઘટના બની ત્યારે સિંહા ચૂંટણી પ્રચાર માટે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આરજેડી સમર્થકોએ તેમના વાહનને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે હાજર હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભીડને વિખેરી નાખી હતી. તે સમયે કોઈ ઈજા થઈ ન હતી. પોલીસે જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સામાન્ય છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
આરજેડી એમએલસી અજય સિંહ અને ડેપ્યુટી સીએમ વિજય સિંહા વચ્ચે રસ્તાની વચ્ચે જ ઝઘડો થયો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી દલીલ થઈ અને વિવાદ ઉગ્ર બનતા બોલાચાલી થઈ. વિજય સિંહાએ આરોપ લગાવ્યો કે અજય સિંહ દારૂના નશામાં હતો અને ગુંડાગીરીભર્યો વર્તન કરી રહ્યો હતો. અજય સિંહાએ વિજય સિંહાને ગુંડા કહ્યા. વિજય સિંહાએ જવાબ આપ્યો, “હું તમારા જેવા ગુંડાઓને બરાબર કરીશ.”
આ ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી અને લખીસરાય મતવિસ્તારના ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે ભીડમાં આરજેડીના ગુંડાઓ પણ હતા. તેઓ મને ગામમાં પ્રવેશવા દેતા નથી. તેમણે મારા પોલિંગ એજન્ટને ભગાડીને મતદાન કરતા અટકાવ્યું. સિંહાએ કહ્યું કે ખુદિયારી ગામમાં બૂથ નંબર 404 અને 405 છે. તેઓ જાણે છે કે એનડીએ સત્તામાં આવી રહ્યું છે તેથી તેમની છાતી પર બુલડોઝર ફરી વળશે.
બૂથ કેપ્ચરિંગની માહિતી મળ્યા બાદ એસપી ગામમાં પહોંચ્યા
લખીસરાય જિલ્લાના હાલસી બ્લોકના ખુદિયારી ગામમાં બૂથ નંબર 404 અને 405 પર બૂથ કેપ્ચરિંગની માહિતી મળતાં પોલીસ અધિક્ષક અજય કુમાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હાથ ધરવાનો નિર્દેશ આપ્યો. સુરક્ષા દળોએ જનતાનો વિશ્વાસ પાછો મેળવવા માટે ગામમાં ફ્લેગ માર્ચ કરી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહ પણ ગામમાં પહોંચ્યા જ્યાં ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના વાહન પર પથ્થર, જૂતા, ચંપલ અને ગાયનું છાણ ફેંક્યું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.