પટનાઃ (Patna) બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar)પર રાજધાની પટનાના બખ્તિયારપુરમાં હુમલો થયો છે. સીએમ નીતિશ કુમાર હોસ્પિટલમાં ગયા. તેઓ ત્યાં એક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હતા. એટલામાં એક છોકરો આવ્યો અને મંચ ઉપર ચડ્યો. છોકરાએ સીએમ નીતિશ કુમારના ગાલ પર થપ્પડ મારવાની કોશિશ કરી. જોકે, થપ્પડ (Slap) તેમના હાથ પર વાગી હતી. પોલીસે તરત જ યુવકની ધરપકડ કરી હતી. યુવકને બખ્તિયારપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.
બિહારના મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચુક સામે આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સીએમ નીતીશ કુમાર બખ્તિયારપુરમાં એક મૂર્તિ પર માલ્યાર્પણ કરવા ગયા હતા. આ દરમિયાન મંચ પર આવીને યુવકે સીએમ પર હુમલો કરી દીધો હતો. યુવકે સીએમને લાફો મારવાનો પ્રયાર કર્યો હતો જોકે તે સીએમના ખભા પર વાગ્યો હતો. આ ઘટના બાદ તરત જ સીએમના સુરક્ષા જવાનોએ યુવકને કસ્ટડીમાં લઈ લીધો છે. હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર આ પ્રથમવાર હુમલો થયો નથી. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની ઉપર હુમલો થયો હતો. નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્ર પહોંચ્યા હતા અને તેઓ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. જોકે આ વખતે જે હુમલો થયો તેમાં સુરક્ષામાં મોટી ચુક જોવાઈ રહી છે. કારણકે મંચ પર જઈ રહેલા સીએમની આસપાસ તેમના સુરક્ષા ગાર્ડ હોવા છતાં યુવા સુરક્ષા ઘેરો તોડીને સીધો સીએમ સુધી ખુબજ સરળતાથી પહોંચી ગયો હતો.