બિહારનો એક સામાન્ય વાળંદ રાતોરાત કરોડપતિ બની ગયો છે. માત્ર 50 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટે તેને એક જ રાતમાં તે કરોડો કમાયો છે. કહેવાય છે કે ઉપરવાળો આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈ બિહારના મધુબની જિલ્લામાં રહેતા વાળંદ સાથે બન્યું છે.
વાત એમ છે કે ઈન્ડીયન પ્રિમીયર લીગ 2021ના બીજા ફેઝમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી ત્યારે બિહારના મધુબની જિલ્લાના રહેવાસી વાળંદ અશોક કુમાર પણ એક ગેમ રમ્યો હતો. ખરેખર અશોક કુમારે ફેન્ટસી ઈલેવન પર એક ટીમ સિલેક્ટ કરીને 50 રૂપિયાનો દાવ રમ્યો હતો. (bihar barbar win 1 carore ipl fantasy eleven) આ દાવ જ્યારે લગાડ્યો ત્યારે અશોક કુમારને પણ ખ્યાલ નહીં હોય કે થોડા જ કલાકોમાં તેનું જીવન બદલાઈ જવાનું છે.
- મેં માત્ર 50 રૂપિયા લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના કેટલાંક ખેલાડી પસંદ કરી એક ટીમ બનાવી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું લકી સાબિત થઈશ. 1 કરોડ રૂપિયા જીત્યા બાદ હું આખી રાત ઊંઘી શક્યો નહોતો.
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટે જીત મેળવી હતી. મેચ પૂરી થઈ ત્યાર બાદ ફેન્ટસી ઈલેવનના વિનર ટેબલમાં અશોક કુમારનું નામ ટોચ પર હતું. તે પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયો હતો. તે કુલ 1 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યો હતો. 1 કરોડ રૂપિયા જીત્યા બાદ અશોક કુમારે કહ્યું કે મેચ બાદ હું પ્રથમ ક્રમે વિજેતા ઘોષિત થયો હતો. થોડી જ વારમાં ફેન્ટસી ઈલેવન તરફથી એક કોલ પણ આવી ગયો હતો. મને કહેવામાં આવ્યું હતું કે બે દિવસમાં ટેક્સ કપાયા બાદ 70 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે. 1 કરોડ રૂપિયા જીત્યા બાદ હું આખી રાત ઊંઘી શક્યો નહોતો. મેં માત્ર 50 રૂપિયા લગાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના કેટલાંક ખેલાડી પસંદ કરી એક ટીમ બનાવી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું લકી સાબિત થઈશ.
જ્યારે મેચ પૂરી થઈ તો જે ટીમ મેં ટીમ પસંદ કરી હતી તેણે સારું પ્રદર્શન કર્યું હતું અને પ્રતિયોગિતા જીતવામાં મને મદદ કરી. હું વાળંદનું કામ કરું છું અને તેને આગામી સમયમાં પણ ચાલુ રાખીશ. ઇનામી રકમથી પહેલા પોતાનું ઉધાર ચૂકતું કરીશ અને પછી પોતાના પરિવાર માટે ઘર બનાવીશ. અશોક મધુબની જિલ્લાના નાનાઉરમાં સલૂનની દુકાન ચલાવે છે. તો ઘણા વર્ષોથી ફેન્ટસી ટીમની પ્રતિયોગીતામાં હિસ્સો લઈ રહ્યો હતો પરંતુ તેનું નસીબ IPL 2021મા ચમક્યું અને આ જેકપોટે તેનું નસીબ બદલી નાખ્યું.