Sports

IND vs ENG: બોલ બદલ્યા બાદ ભારે હોબાળો, શુભમન ગિલ અને અમ્પાયર વચ્ચે બોલાચાલી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી જો રૂટે ઇંગ્લેન્ડ માટે સારી બેટિંગ કરી અને સદી ફટકારી. તેના કારણે જ ટીમ 300 રનનો સ્કોર પાર કરી ગઈ. પરંતુ મેચમાં અમ્પાયરોએ બોલ બદલ્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલ બિલકુલ ખુશ દેખાતો ન હતો અને આ મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

બોલ બદલ્યા બાદ શુભમન ગિલ અમ્પાયરથી ગુસ્સે થયો
બીજા દિવસની શરૂઆતમાં જસપ્રીત બુમરાહ સારી બોલિંગ કરી અને તેણે જો રૂટ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સની વિકેટ ઝડપથી લીધી. આ પછી જ્યારે બોલનો આકાર બગડ્યો ત્યારે તેને બદલવો પડ્યો. પછી ભારતને બદલામાં જે બોલ મળ્યો તેનાથી ભારતીય કેપ્ટન શુભમન ગિલ બિલકુલ ખુશ દેખાતો ન હતો. ભારતીય ટીમ તરફથી અમ્પાયરને ફરિયાદ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ લગભગ 10 ઓવર જૂનો બોલ છે. આ પછી કેપ્ટન ગિલ અમ્પાયરો સાથે વાત કરતો જોવા મળ્યો. આ દરમિયાન તે ગુસ્સે પણ દેખાતો હતો. ક્રિકબઝ અનુસાર બોલર મોહમ્મદ સિરાજે એમ પણ કહ્યું કે આ બોલ 10 ઓવર જૂનો છે.

જો રૂટે ઇંગ્લેન્ડ ટીમ માટે સારી બેટિંગ કરી છે. તેણે શાનદાર સદી ફટકારી અને 104 રન બનાવ્યા. તેના સિવાય કેપ્ટન બેન સ્ટોક્સે 44 રનનું યોગદાન આપ્યું. ઓલી પોપે પણ 44 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ 387 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે જસપ્રીત બુમરાહએ સૌથી વધુ 5 વિકેટ લીધી છે. સિરાજે 2, નીતિશ રેડ્ડીએ 2 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી છે.

Most Popular

To Top