Australian GP Qualifying: Russellનો ધમાકો, Verstappen ક્રેશ થતા જ બહાર!
Formula 1 Australian Grand Prix ની ક્વોલિફાઈંગ સેશનમાં આ વખતે મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો. George Russell એ શાનદાર પ્રદર્શન કરીને પોલ પોઝિશન મેળવી,ચાર વખતના વર્લ્ડ ચેમ્પિયન Max Verstappen ક્રેશ થતા ક્વોલિફાઈંગમાંથી વહેલા બહાર થઈ ગયા. મેલબર્નમાં યોજાયેલા આ ક્વોલિફાઈંગ સેશનમાં George Russell શરૂઆતથી જ સૌથી ઝડપી દેખાયા. તેમણે Q1, Q2 અને Q3 ત્રણેય સેગમેન્ટમાં ટોપ ટાઈમ નોંધાવ્યો. અંતિમ Q3 સેશનમાં Russell એ 1m18.518s નો શાનદાર સમય નોંધાવીને પોલ પોઝિશન પોતાના નામે કરી લીધી.

Russellના ટીમમેટ Kimi Antonelli બીજા સ્થાને રહ્યા, પરંતુ તેઓ Russell કરતાં લગભગ 0.3 સેકન્ડ પાછળ રહ્યા. આ યુવા ડ્રાઈવરે પણ ઉત્તમ પ્રદર્શન કરીને Mercedes ટીમને ડબલ ફ્રન્ટ-રો આપી.ત્રીજા સ્થાને Isack Hadjar રહ્યા. જોકે તેઓ Russell કરતાં લગભગ આઠ દશાંશ સેકન્ડ પાછળ રહ્યા. ટોપ-5માં Charles Leclerc ચોથા અને Oscar Piastri પાંચમા સ્થાને રહ્યા.
ક્વોલિફાઈંગ દરમિયાન સૌથી મોટો ચોંકાવનારો પળ ત્યારે આવ્યો જ્યારે Max Verstappen પોતાના પ્રથમ ફ્લાઈંગ લૅપ દરમિયાન જ ક્રેશ થઈ ગયા. Turn-1 પર બ્રેક મારતી વખતે તેમની કાર હાઈ સ્પીડમાં સ્પિન થઈ ગઈ અને તેઓ ટ્રેક પરથી બહાર નીકળી ગયા. આ ઘટનાને કારણે Q1 સેશનમાં તરત જ રેડ ફ્લેગ લગાવવો પડ્યો.
Verstappenની કારને ભારે નુકસાન થયું હોવાથી તેઓ આગળનું ક્વોલિફાઈંગ ચાલુ રાખી શક્યા નહીં અને સેશનમાંથી બહાર થઈ ગયા. ચાર વખતના ચેમ્પિયન માટે આ મોટી નિરાશાજનક ક્ષણ હતી. Q2 દરમિયાન Russellનું ડોમિનેશન સ્પષ્ટ જોવા મળ્યું. તેમણે વીકએન્ડનું પહેલું 1m18 સેકન્ડનું લૅપ નોંધાવ્યું અને અન્ય તમામ ડ્રાઈવરો કરતાં ઘણો ઝડપી સમય નોંધાવ્યો.આ દરમિયાન Lando Norris અને Lewis Hamilton પણ પોલ પોઝિશન માટે સ્પર્ધામાં જોવા મળ્યા, પરંતુ બંને ડ્રાઈવરો Russell કરતાં લગભગ એક સેકન્ડ પાછળ રહ્યા.
ક્વોલિફાઈંગના પરિણામે હવે રેસ માટે Mercedes ખૂબ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. Russell પોલ પરથી રેસ શરૂ કરશે અને જીત માટે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હવે સૌની નજર રેસ ડે પર રહેશે, શું Russell પોતાની પોલને જીતમાં ફેરવી શકશે કે Verstappen સહિત અન્ય ટોપ ડ્રાઈવરો કમબેક કરીને રેસમાં મોટો ફેરફાર લાવશે?