National

મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મોટી દુર્ઘટના, અનેક મહિલાઓ ઘાયલ થઈ

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના બની છે. અહીં મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા ચાલી રહી ત્યારે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં અનેક મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી સાંપડી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભીડ વધુ હોવાના લીધે પંડિત પ્રદીપ મિશ્રાની કથા સ્થાનના એન્ટ્રી ગેટ પર અવ્યવસ્થાના લીધે દુર્ઘટના બની હતી. અંદર પ્રવેશવા માટે ધક્કામુક્કી થયા બાદ હંગામો મચી ગયો હતો. મહિલાઓ એકબીજા ઉપર પડી હતી. દુર્ઘટનામાં ચાર મહિલાઓ ઘાયલ થઈ છે.

પોલીસ કથા સ્થળ પર બંદોબસ્તમાં હતી, પરંતુ પોલીસ દુર્ઘટના ટાળવામાં નિષ્ફળ રહી હતી. અવ્યવસ્થાના લીધે પોલીસ પણ ભીડ પર કાબુ કરી શકી નહોતી. દુર્ઘટના બન્યા બાદ વધુ પોલીસ મહેંકમ બોલાવાયો હતો.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એન્ટ્રી ગેટ પર ભીડ અંદર પ્રવેશવા માટે ધક્કામુક્કી કરી રહ્યાં હતાં. ધક્કો લાગતા મહિલાઓ જમીન પર પડી હતી. મહિલાઓ પર અન્ય મહિલાઓ પડી હતી. અનેક મહિલાઓ દબાઈ ગઈ હતી.

મેરઠના એસએસપીએ કહ્યું કે ભીડ વધઉ હોવાના લીધે દુર્ઘટના બની છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. હાલ સ્થિતિ સંપુર્ણપણે કાબુમાં છે.

ઘટના સ્થળ પર અનેક પોલીસ અધિકારી, મેડિકલની ટીમ તથા એમ્બ્યુલન્સ પહોંચી ગયા છે. ઘટના અઁગે તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top