National

બિહારમાં મોટી દુર્ઘટના સર્જાય, ગંગા નદીમાં 15 મુસાફરો ભરેલી બોટ પલટી, 7 લોકો થયા ગૂમ

બિહાર: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patana) ફરી એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં મુસાફરો ભરેલી એક બોટ ગંગા નદીમાં (Ganga River) પલટી ગઈ હતી. આ બોટમાં 15 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોની શોધ હજી પણ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) હાથ ધર્યું હતું.

મળતી માહિતી અનુસાર બિહારની રાજધાની પટનામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. અહીં પટનાના માનેર મહાવીર ટોલા ગંગા નંદી ઘાટ પર મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકો હજુ પણ લાપતા છે. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. બોટમાં સવાર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા. કોઈક રીતે બાકીના લોકો નદીમાંથી બહાર આવ્યા. તે જ સમયે, સાત લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોની મદદથી પોલીસે બોટમાં સવાર મુસાફરોની શોધખોળ શરૂ કરી છે. માનેર પોલીસ સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

NDRFની ટીમ લોકોની શોધમાં વ્યસ્ત છે
જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી પાડી હતી. આ બાબતે ASI સત્ય નારાયણ સિંહે કહ્યું કે NDRFની ટીમ ગંગામાં લોકોને શોધવા માટે એકઠી થઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.

આ પહેલા પણ પટનામાં આવી જ ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા પટનાના દિઘાને અડીને આવેલા સોનપુરમાં રેતીથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. આ બોટમાં 13 લોકો હતા જેમાંથી 8 લોકો તરીને કિનારે પહોંચ્યા હતા. આ અકસ્માત પિલર નંબર 10 અને 15 વચ્ચે થયો હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે રેતીનું વહન કરતી બોટ ગંગા નદી પર બનેલા પુલના પિલર સાથે અથડાયા બાદ બેકાબૂ થઈ ગઈ હતી, ત્યારબાદ તે ડૂબી ગઈ હતી.

Most Popular

To Top