નવી દિલ્હી: ઇસરોએ (Isro) 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આદિત્ય-L1 અવકાશ યાન સફળતા પૂર્વક લોન્ચ (Launch) કર્યું હતું. જેને બીજી મોટી સફળતા મળી છે. ભારતના આદિત્ય-L1 માં લાગેલા ‘આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ’ (Aditya Solar Wind Particle Experiment)એ હવે કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. જેની માહિતી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે 2 ડિસેમ્બર 2023ના રોજ આપી હતી.
ઇસરોના જણાવ્યા મુજબ આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર અંતરિક્ષનું પ્રથમ અવસકાશ યાન છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સ્થિત લૈગ્રેંજિયન બિંદુ ‘ L1’ની આસપાસ પરીભ્રમણ કરી સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે.
ઈસરોએ ઇસરોએ આ સફળતા બાબતે શું કહ્યું?
ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) બે અત્યાધુનિક સાધનો સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) અને સુપરથર્મલ અને એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) ધરાવે છે. STEPS ટૂલ 10 સપ્ટેમ્બર, 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના SWIS ટૂલને આજે એટલે કે 2 ડિસેમ્બર 2023 ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું. હાલ આ ટૂલ અંતરિક્ષમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. ISROના જણાવ્યા અનુસાર આદિત્ય L1એ સૌર પવનના આયર્ન, પ્રોટોન (H+) અને આલ્ફા કણોને (doubly ionized helium, He2) સફળતા પૂર્વક માપ્યા છે. તેમજ તેનો એક ગ્રાફ પણ ઇસરોએ રજૂ કર્યો છે.
આદિત્ય L1 મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યના બાહ્ય પડનો અભ્યાસ કરવાનો હતો. તેમજ તેના તાપમાન, વાતાવરણમાં તેની અસરો વગેરે પર સંશોધન કરવા યોગ્ય માહિતી એકત્રિત કરવાનો હતો. હાલના દિવસોમાં ભારત તેના અવકાશ મિશનોને ખૂબ જ ઝડપી ગતિએ આગળ ધપાવવામાં વ્યસ્ત છે. ત્યારે આદિત્ય L1નો બીજો ભાગ સક્રિય થતાં ઇસરોને મોટી સફળતા સાંપડી છે.
હાલમાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધૃવ ઉપર ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિંગ કરાવી હતી. તેમજ ભારતે આ ધૃવ ઉપર લેન્ડિંગ બાદ આ કાર્ય કરનાર વિશ્વનો પ્રથમ દેશ હોવાનુ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.