SURAT

‘કોઈને ખોટો રૂપિયો આપવાનો નથી..’, સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન કેમ આવું બોલ્યા?

સુરત: વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (SuratDiamondBurse) આગામી તા. 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિધિવત ઉદ્દઘાટન (Innogration) કરવાના છે, તે પહેલાં આલીશાન બુર્સનું બાંધકામ કરનાર પીએસપી (PSP) કંપનીએ બાકી લેણાંના (Due Payment Controversy) મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો (Case) માંડ્યો હતો, જેની આગામી તા. 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી, પરંતુ તે પહેલાં આ કેસમાં ટ્વીસ્ટ આવ્યો છે.

  • સુરત ડાયમંડ બુર્સની કમિટીને મોટી રાહત
  • ગુજરાત હાઈકોર્ટે પેમેન્ટ કેસમાં સ્ટે આપ્યો
  • આગામી સુનાવણી 27મી ડિસેમ્બરે થશે

પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી (GujaratHighCourt) સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. હાલ પૂરતો આ કેસમાં સ્ટે (StayOrder) બુર્સે મેળવી લીધો છે. સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વીડિયો સ્ટેટમેન્ટ (VideoStatement) સોશિયલ મીડિયામાં (SocialMedia) પોસ્ટ કર્યું છે.

સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેને શું કહ્યું?
સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાણું બન્યું છે. થોડા સમય પહેલાં પીએસપી કંપનીએ એસડીબી સામે દાવો માંડ્યો હતો. પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટ અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે. આજે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આગામી તા. 27 ડિસેમ્બર સુધી સ્ટે રહેશે. ત્યારે અમારે અમારા પુરાવા રજૂ કરવાના છે. સુરત ડાયમંડ બુર્સની કમિટી કે હીરાના વેપારીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

લાલજી પટેલે વધુમાં કહ્યું કે, હીરા ઉદ્યોગે ચિંતા કરવાની જરૂર નથી. અમારે કોઈનો એકેય રૂપિયો ખોટો કાપવાનો નથી કે ખોટો આપવાનો નથી. જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે. બુર્સના 4200 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે. કોઈ ચિંતાનો વિષય નથી.

શું છે વિવાદ?
સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર કંપની પીએસપીએ સુરત ડાયમંડ બુર્સ કમિટી સામે રૂપિયા 538 કરોડના બાકી લેણાં મામલે કોર્ટમાં કેસ કર્યો છે. કંપનીનો આક્ષેપ છે કે એસડીબીએ તેઓને પેમેન્ટ કર્યું નથી. આ કેસના ફર્સ્ટ હીયરીંગમાં કોર્ટે એક અઠવાડિયામાં રૂપિયા 100 કરોડ જમા કરાવવા એસડીબીને હુકમ કરી બીજી સુનાવણી તા. 16 ડિસેમ્બરના રોજ રાખી હતી.

Most Popular

To Top