સુરત: અમદાવાદથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સૌથી પહેલા ખુલ્લા મુકાનારા સુરતથી બિલીમોરા વચ્ચેના ટ્રેકનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ ટ્રેક 2026 સુધીમાં કમ્પલીટ થઈ જાય તેવી શક્યતા છે, તો બીજી તરફ વડોદરાથી દક્ષિણ ગુજરાત વચ્ચેના પ્રોજેક્ટના નિર્માણનું કામ હજીરાની એક કંપનીને સોંપાયું છે.
લાર્સન એન્ડ ટૂબ્રોની (L&T) નિર્માણ કન્સ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) પાસેથી દેશમાં આકાર લઈ રહેલો સૌપ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોર (High speed rail corridor) મુંબઈ -અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના પેકેજ નંબર MAHSR-C-5ની ડિઝાઇન બનાવવા અને નિર્માણ કરવાનો ઓર્ડર મળ્યો છે.
- લાર્સન એન્ડ ટુબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ પાસેથી પ્રોજેક્ટ મળ્યો
- એલએન્ડટી 8.198 કિ.મી. લાંબા ડબલ લાઈન હાઈસ્પીડ રેલવે માટે સિવિલ અને બિલ્ડિંગની ડિઝાઈન તથા નિર્માણની કામગીરી કરશે
- વડોદરાના મુખ્ય સ્ટેશન, કન્ફર્મેશન કાર બેઝ, વાયડક્ટ અને પુલ, ક્રોસિંગ બ્રિજ, આર્કિટેક્ચરલ, એમઈપી અને અન્ય કામ પણ કરશે
- પ્રોજેક્ટ એલાઈનમેન્ટ વડોદરામાંથી પસાર થશે અને પ્રોજેક્ટ 49 મહિનામાં પૂરો થશે
પ્રોજેક્ટ માટે આ કામગીરીમાં મુખ્યત્વે 8.198 કિલોમીટર (ચેઇનેજ 373.700થી ચેઇનેજ 401.898)ની લંબાઈની ડબલ લાઇન હાઈ સ્પીડ રેલવે માટે સિવિલ અને બિલ્ડિંગ કાર્યોની ડિઝાઇન બનાવવાની અને નિર્માણ કરવાની કામગીરી સામેલ છે. જે માટે કંપનીએ 2430 કરોડની લોએસ્ટ બીડ ભરી હતી. તે ઉપરાંત વડોદરાના મુખ્ય સ્ટેશન, કન્ફર્મેશન કાર બેઝ, વાયડક્ટ અને પુલો, ક્રોસિંગ બ્રિજ, આર્કિટેક્ચરલ, એમઇપી અને અન્ય સંલગ્ન કાર્યો સંકળાયેલા છે.
પ્રોજેક્ટ એલાઇનમેન્ટ ગુજરાતના વડોદરામાંથી પસાર થશે અને પ્રોજેક્ટ 49 મહિનાની અંદર પૂર્ણ થશે કંપનીના પ્રવકતા એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત-બીલીમોરા વચ્ચેની 50 કિમિ. ડબલ લાઈનનું કામ 2026 માં પૂરું થશે. આજે કંપનીએ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોર, જેને બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના એક ભાગની ડિઝાઇન અને બાંધકામ માટે કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. પ્રોજેક્ટ માટેના મુખ્ય કાર્યક્ષેત્રમાં 8.198 કિલોમીટરની લંબાઇની ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ્વે માટે સિવિલ અને બિલ્ડિંગ કામોની ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ સંરેખણ વડોદરા, ગુજરાતમાંથી પસાર થાય છે.
બુલેટ ટ્રેન માટે એશિયાની સૌથી મોટી લેબોરેટરી સુરતમાં બનાવવામાં આવી, 900 એક્સપર્ટ્સ રોજ 3500 ટેસ્ટ કરશે
શનલ સ્ટીલ ડેવલપમેન્ટ (National Steel Development) પ્રોગ્રામ હેઠળ NHSRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની (Asia) સૌથી મોટી (Biggest) જીઓ ટેકનિકલ લેબોરેટરી (Geo Technical Laboratory) એલ એન્ડ ટી ના (L&T) સહયોગથી સુરતમાં (Surat) તૈયાર કરવામાં આવી છે. કંપની અત્યારે વાપી (Vapi) અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે પ્રોજેકટનું સિવિલ વર્કસ (Civil Works) કરી રહી છે. એશિયાની આ સૌથી મોટી ભૂ-ટેકનિકલ પ્રયોગશાળામાં (Geotechnical Laboratory) એન્જિનિયર્સ, ટેકનિશીયન અને કુશળ કારીગરો મળી કુલ ૯૦૦ તજજ્ઞોની ટીમ કામ કરશે. જેમાં ૪૦૦ વ્યકિતઓ લેબમાં કામ કરશે. જયારે અન્ય ૫૦૦ વ્યકિતઓ લેબ એરિયા બહારનું કામ જોશે.
આ લેબોરેટરી આધુનિક તપાસના ઉપકરણોથી સજજ છે. જેમાં ૨૦ જેટલા ભૂ-ટેકનિકલ એન્જિનિયરોની અનુભવી ટીમ છે અને ૧૮૮ લેબ ટેકનિશીયનની ટીમ છે. જે પ્રત્યેક દિવસે જમીનના ટેસ્ટીંગ અને બ્રિજ નિર્માણ સહિતના ૩૫૦૦ જેટલા ટેકનિકલ પરિક્ષણો રોજ કરશે. આ લેબોરેટરી દ્વારા આ સેકટરના તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ ભૂ-તકનીકી તપાસમાં લેવાતા સાધનો અને મશીનરીની માહિતી આપવામાં આવશે. તથા લેબોરેટરી પરીક્ષણ દ્વારા જમીનની લાક્ષણિકતાઓ નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઈલ લોડ ટેસ્ટ જેવા ક્ષેત્ર પરીક્ષણો પણ દર્શાવવામાં આવે છે.