હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ એ વધુ બેઠકો મેળવી પરંતુ માંડવી બેઠક પરથી સીટીંગ – ડીરેકટર અને સાંસદ પ્રભુવસાવાનો કારમો પરાજય થયો, પ્રભુ વસાવાને ૭ મતો મળ્યા.
જયારે હરિફ ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડાને ૧૩ મતો મળતાં ભવ્ય વિજય થયો, આમ સાંસદ જેવી મોટી વ્યકિત હારી જતા જીલ્લા પ્રદેશ અને છેક દિલ્હી સુધી પડઘા પડયાં છે, અને માંડવીમાં પણ સોપો પડી ગયો છે.
સાંસદ પ્રભુ વસાવા સામે ઉમેદવારી કરનારા – નરેન્દ્રસિંહ મહિડાએ બેન્કના મેનેજરની ચાલુ નોકરી પરથી રાજીનામું આપીને ચૂંટણી લડવાનું સાહસ કર્યુ, ૧૧ સભ્યોને ગુપ્ત સ્થળે – મોકલાવીને મતો કબજે કરી લેતા સફળતા મળી. સુરત ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં સાંસદ પ્રભુ વસાવા ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ (દાઢી)નો પણ પરાજય થયો, તે મોટો ફટકો છે.
આમ સાંસદ જેવા મોટા માથા ગણાતા પ્રભુ વસાવાની હાર થઇ તે શરમજનક છે. કેમકે ૨૦ મંડળી પ્રતિનિધિઓમાંથી ૧૩ મત સામાન્ય ઉમેદવાર મેળવી જાય અને સાંસદને સાત મત મળ્યા, ખરેખર તો સાંસદને જે સાત મત મળ્યા તેમાંથી પોતાનો એક અને એક મત તેના ટેકેદારનો ગણીએ તો ફકત પાંચ જ મત મળેલા ગણાય, આમ સાંસદે ગરિમા ગુમાવી છે.
તરસાડા પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.