Madhya Gujarat

મોટી ખરજ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ગંભીર

ગરબાડા: રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ટ્રાફિક ના નિયમો અંગે સ્થાનિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ઠેર ઠેર જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જોકે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની વણથંબી વણઝાર અટકવાનું નામ લેતી નથી. ગરબાડા અલીરાજપુર હાઇવે પર અવારનવાર બનતા અકસ્માતો ને બનાવોને લઈને આ હાઇવે માર્ગ અકસ્માતના બનાવોનું એપી સેન્ટર બની ગયું છે. વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે આ હાઇવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોએ માઝા મૂકી છે ત્યારે આજે પુનઃગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર મોટી ખરજ ગામે ફોરવીલર અને ટુ- વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ફોરવીલર ની ટક્કરે બાઈક પર સવાર બે લોકો ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમા એક ઈસમને પગના ભાગે ફેક્ચર તથા તેઓને તાત્કાલિક 108 ની મદદથી દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા અલીરાજપુર હાઇવે પર માર્ગ અકસ્માતોને રોકવા માટે સ્થાનિક પોલીસ દ્વારા બેરીકેટિંગ કરી અત્રેથી પસાર થતા વાહન ચાલકોને અવરનેસના કાર્યક્રમો કરવામાં આવે તેવી લાગણી તેમજ માંગણી પંથકવાસીઓમાં ઉઠવા પામી છે.

Most Popular

To Top