મુંબઈ: ભારતીય શેરબજાર(India Stock Market) માટે આ અઠવાડિયું ઘણું સારું રહ્યું છે. સમગ્ર અઠવાડીયા દરમિયાન સ્થાનિક(Local) અને વિદેશી રોકાણકારો(Foreign investors)ની ખરીદીના કારણે બજાર(Market)માં જબરદસ્ત તેજી(Boom) જોવા મળી છે. આજે વિકના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોની ખરીદીના કારણે બજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 57,000 અને નિફ્ટી 17,000ને પાર થઇ છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ(MSE)નો સેન્સેક્સ(Sensex) 712 પોઈન્ટના વધારા સાથે 57,570 પર અને નિફ્ટી(Nifty) 228 પોઈન્ટના ઉછાળા સાથે 17,158 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સવારે શેર બજારની સ્થિતિ
વૈશ્વિક બજારમાં તેજી અને રૂપિયાની મજબૂતીના કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારે શેરબજાર ગ્રીન ઝોન સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 462.23 પોઈન્ટના વધારા સાથે 57,320.02 પોઈન્ટ પર ખુલ્યો હતો. તેમજ 50 પોઈન્ટનો નિફ્ટી 17,079.50 ના સ્તર પર ખુલ્યો હતો. બજારમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સના 30માંથી 29 શેરો ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
આ શેરોમાં થયો વધારો
શેર માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો ટાટા સ્ટીલ 7.42 ટકા, સન ફાર્મા 5.62 ટકા, એચડીએફસી 2.47 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.38 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.24 ટકા, રિલાયન્સ 1.99 ટકા, વિપ્રો 1.92 ટકા, બજાજ ફાઇનાન્સ, 1.8 ટકા ઇન્ફો. 7.5 ટકાની તેજી સાથે બંધ થયા હતા.
આ શેરો ઘટ્યા
માર્કેટ ઘટતા શેરો પર નજર કરીએ તો, ડૉ. રેડ્ડીઝ 3.98 ટકા, કોટક મહિન્દ્રા 0.99 ટકા, SBI 0.77 ટકા, દિવીઝ લેબ 0.47 ટકા, એક્સિસ બેન્ક 0.16 ટકા, ITC 0.13 ટકા, પાવર ગ્રીડ 0.12 ટકા અને અદાણી 10 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ સતત બીજા દિવસે વૈશ્વિક બજારમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 330 પોઈન્ટ ઉછળીને દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, Nasdaq અને S&P 500 ઇન્ડેક્સ 1 ટકા વધ્યો છે.SGX નિફ્ટી 17100 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.27 ટકા વધ્યો હતો.