National

પંજાબ સરકારની ખેડૂતોને મોટી ભેટ : 13 હજાર ખેડૂતોની 1186 કરોડ રૂપિયાની લોન માફ

પંજાબ સરકારે (PUNJAB GOVT) ખેડુતોને મોટી ભેટ (GIFT TO FARMER) આપી છે. કેપ્ટન સરકારે એક લાખ 13 હજાર ખેડૂતોની 1186 કરોડની લોન માફ (LOAN FORGIVE) કરી દીધી છે. આ સિવાય જમીન વિહોણા ખેડૂતોનું 526 કરોડનું દેવું પણ માફ કરાયું છે. આજે પંજાબના નાણામંત્રી (PUNJAB FINANCE MINISTER) મનપ્રીતસિંહ બાદલ દ્વારા વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી.

પંજાબના નાણાં પ્રધાન મનપ્રીતસિંહ બાદલે સોમવારે 2021-22 માટે રાજ્યનું 1,68,015 કરોડનું બજેટ (BUDGET-2021) રજૂ કર્યું હતું. તેમણે વૃદ્ધાશ્રમ પેન્શન દર મહિને 750 રૂપિયાથી વધારીને 1,500 રૂપિયા અને શગુન યોજના હેઠળની ગ્રાન્ટ 51,000 રૂપિયા કરવાની દરખાસ્ત પણ કરી હતી. તેમણે પંજાબમાં સ્વતંત્રતા સેનાનીઓની પેન્શન 7500 રૂપિયાથી વધારીને 9400 કરવાની જાહેરાત કરી.

નાણામંત્રી મનપ્રીત બાદલે મહિલાઓ (WOMEN) માટે બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરી (FREE VISIT IN GOVT BUS) કરવાની છૂટ આપી છે. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ મફત મુસાફરી કરી શકશે. આ માટેના બજેટમાં 170 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિની છોકરીઓ માટે ચલાવવામાં આવતી આશીર્વાદ યોજનામાં આપવામાં આવેલી રકમ પણ વધારી દેવામાં આવી છે. હવે 21 હજારને બદલે 51 હજાર રૂપિયા આપવામાં આવશે.

નાણાં પ્રધાને સરકારી શાળાઓમાં છઠ્ઠાથી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સેનેટરી પેડ માટે 21 કરોડની જોગવાઈ કરી છે. યુવાનોને સ્માર્ટ ફોન આપવા માટે 100 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. શિરોમણિ એવોર્ડની રકમ પણ વધારી દેવામાં આવી છે. આ રકમ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. પટિયાલા સરકારી મેડિકલ કોલેજના પાયાના સુધારા માટે 92 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. ગુરદાસપુર અને મલેરકોટલામાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. હોશિયારપુરમાં કેન્સરની હોસ્પિટલ ખોલવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે બજેટમાં આરોગ્ય સેવાઓ માટે 3822 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પંજાબ સરકારે કોરોના સામે લડવા માટેનાં સાધનો પર 1000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top