National

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને ડિસેમ્બર 2024 સુધી મળશે આ લાભ

નવી દિલ્હીઃ નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે આજે મોદી કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. ગરીબો માટે સરકારે આવકારદાયક નિર્ણય લીધો છે. ગરીબોને પ્રધાનમંત્રી કલ્યાણ યોજના હેઠળ મફતમાં અનાજ વધુ લાંબો સમય આપવાનું કેબિનેટે નક્કી કર્યું છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે રૂ. 4,406 કરોડના રોકાણ સાથે સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે. ઉપરાંત પ્રધાનમંડળે જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે કેબિનેટે મંજૂરી આપી છે કે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. દરખાસ્તનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.

બેઠકમાં પીએમએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે પંજાબ અને રાજસ્થાનના સરહદી રાજ્યોના વિસ્તારોમાં 4,406 કરોડ રૂપિયાના રોકાણ સાથે 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે કેબિનેટે મંજૂરી આપી છે કે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. દરખાસ્તનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.

Most Popular

To Top