આસામ સરકારે આજે એટલેકે ગુરુવાર 18 જુલાઈએ એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ લોને રદ્દ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.
હિમંત શર્માએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં દાખલ કરીને અમારી પુત્રીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.” આજે આસામ કેબિનેટની બેઠકમાં અમે અસમ રિપીલિંગ બિલ 2024 દ્વારા આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.