નવી દિલ્હી(NewDelhi): મથુરાના (Mathura) શ્રી કૃષ્ણ (ShriKrishna) જન્મભૂમિ કેસમાં સુપ્રિમ કોર્ટના (SupremeCourt) નિર્ણયથી હિન્દુ (Hindu) પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે અલાહાબાદ હાઈકોર્ટના (AlhabadHighCourt) નિર્ણય પર સ્ટે (Stay) આપી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહના (ShahiIdgah) સરવે (Survey) માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. તે નિર્ણય પર સુપ્રિમે સ્ટે મુક્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ગયા વર્ષે 14 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના સરવે મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રૉિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, આ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે પરંતુ સરવે કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે.
આ અરજી પર સુપ્રિમે નિર્ણય સંભળાવ્યો
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મસ્થાનની બાજુમાં આવેલા શાહી ઈદગાહમાં એએસઆઈ સરવે કરાવવાની માંગણી વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન મારફત અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે. આ સિવાય ‘શેષનાગ’ છે. જે હિંદુ દેવતાઓમાંના એક છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી.
કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતિકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે કમિશનની નિમણૂક કરવામાં આવે.