Sports

દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, ઋષભ પંત પર લાગ્યો IPLમાં એક મેચનો બેન અને આટલા લાખનો દંડ

નવી દિલ્હી: ઇન્ડિય પ્રીમીયર લીગ (IPL) ની દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર પ્લેયર અને થોડા જ સમય પહેલા મોટી ઇન્જરીમાંથી રીકવર થયેલ કેપ્ટન ઋષભ પંતને (Rishabh Pant) ફરી એક વાર ક્રિકેટથી (Cricket) એક મેચ માટે દુર રહેવું પડશે. જેનું કારણ પણ સામે આવ્યું હતું.

અસલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને BCCI દ્વારા આગામી એક મેચ માટે IPL માંથી બેન કરવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના ધીમા ઓવર રેટના ગુનાને કારણે ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સાથે જ સમગ્ર મામલાને સમજવા માટે, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 56 નંબરની મેચ દરમિયાન ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.

ખરેખર આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો, જેના કારણે ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો હતો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે નાણા ઓછા હોય તે દંડ સ્વરુપે જમા કરાવવા માટે પન જણાવવામાં આવ્યું છે.

IPLમાં સ્લોઓવર રેટ માટે આ રીતે દંડ લાદવામાં આવે છે
સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત ભૂલ થાય છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો બેન છે. તેમજ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત દ્વારા આ ભૂલ ત્રીજી વખત થઇ હતી. જેના કારણે તેની ઉપર બેન લગાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top