Sports

BCCIની મોટી કાર્યવાહી, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને કરારમાંથી હટાવ્યા

મુંબઇ: બીસીસીઆઈએ (BCCI) મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન (Ishaan Kishan) અને શ્રેયસ અય્યરને (Shreyas Iyer) સેન્ટ્રલ કરારની (Central Agreement) યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ આપી હોવા છતાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની અવગણના કરી હોવાથી બીસીસીઆઇ (BCCI) એ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી.

બીસીસીઆઇએ સેન્ટ્રલ કરાર ધરાવતા ખેલાડીઓની નવી યાદી બહાર પાડી હતી. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ A+ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 6 ખેલાડીઓને A ગ્રેડમાં, 5 ખેલાડીઓને B ગ્રેડમાં જ્યારે 15 ખેલાડીઓને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.

દરમિયાન બીસીસીઆઈ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના વલણથી નારાજ જણાઇ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ કિશનને સતત પુનરાગમન કરવા અને રણજી ટ્રોફી રમવાની સૂચના આપવામાં આવી રહી હતી. પરંતુ કિશને BCCIની અવગણના કરી અને ઝારખંડ તરફથી એક પણ રણજી મેચમાં ભાગ લીધો ન હતો. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ નેશનલ ડ્યૂટી પર નથી તેઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવો પડશે.

અય્યર અને કિશન પર ભયના વાદળો છવાયા
શ્રેયસ અય્યર એક અલગ જ વિવાદમાં ફસાઈ ગયો છે. ખરાબ પ્રદર્શનના કારણે અય્યરને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેમજ અય્યરે રણજી ટ્રોફી ન રમવા માટે ઈજાનું બહાનું બનાવ્યું હતું. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીએ ઐયરના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. તેમજ NCA એ સ્પષ્ટ કર્યું હતું કે ઐયર મેચ ફિટ છે અને તેને રમવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયામાં અય્યર અને કિશનનું ભવિષ્ય પણ જોખમમાં છે. રોહિત શર્માએ હાલમાં જ સ્પષ્ટ કર્યું છે કે ટીમ મેનેજમેન્ટ એવા ખેલાડીઓ પર પોતાનો સમય બગાડે નહીં જેઓ રમવા માટે ભૂખ્યા નથી. આ બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરીને BCCIએ એવો સંદેશ પણ આપ્યો છે કે ડોમેસ્ટિક ક્રિકેટને કોઈપણ કિંમતે અવગણી શકાય નહીં.

આ ખેલાડીઓને તેમના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા
અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસને બી કેટેગરીમાં અને ઈશાનને સી કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે શ્રેયસને વાર્ષિક 3 કરોડ રૂપિયા અને ઈશાનને 1 કરોડ રૂપિયા મળતા હતા. પરંતુ હવે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બે સિવાય ઋષભ પંત અને અક્ષર પટેલને A ગ્રેડથી નુકસાન થયું છે. આ બંનેને બી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

ચેતેશ્વર પૂજારાને બી કેટેગરીમાં બહાર રાખવામાં આવ્યો હતો. ઉમેશ યાદવ, શિખર ધવન, દીપક હુડ્ડા અને યુઝવેન્દ્ર ચહલને સી કેટેગરીમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદારને સી કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

Most Popular

To Top