Entertainment

બિદીતા : નાની ફિલ્મોની મોટી સ્ટાર

ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી દરેક ફિલ્મોને પૂરતો પ્રચાર નથી મળતો થિયેટરોમાં રિલીઝ થાય તો તેના માટે પ્રમોશન થાય, પોસ્ટરો લાગે, અખબારોમાં જાહેરાત થાય. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો હજુ પણ બિચારી હોય છે. હમણાં શરમન જોશી અને બિદીતા બેગ અભિનીત ‘મેરા ફૌજી કોલિંગ’ રજૂ થઇ હતી. સારી અને ફૌજી પ્રત્યે સંવેદનશીલતા ધરાવતી ફિલ્મ હતી. હમણાં ‘રે’ નામની વેબસિરીઝનું ય એવું છે. સત્યજીત ટેના જન્મ શતાબ્દી વર્ષે બનાવાયેલી આ સિરીઝ પણ થોડાના ધ્યાનમાં આવી ન આવી થઇ ગઇ અને તેમાં કામ કરનાર બિદીતા બેગ ચીફસોસ કરતી રહી.

બિદીતા બેગ બંગાળી, ઓડિયા, આસામી ફિલ્મો કરી ચુકી છે પણ વિત્યા બે વર્ષથી ફકત હિન્દી ફિલ્મોમાં જ દેખાય છે. પણ બન્યું એવું કે તેની ‘ધ શોલે ગર્લ’ ઝીફાઇવની વેબસિરીઝ હતી. પછી ‘ભાઉકાલ’ આવી તો મેકસ પ્લેયરની વેબસિરીઝ હતી. ‘અભય’ ફિલ્મ તો કેમ ઘોષની હતી પણ ઝીફાઇ પર રિલીઝ થઇ, ગયા વર્ષે ‘ધ મિસીંગ સ્ટોન’ આવી હતી તે પણ વેબરિલીઝ હતી ને હવે ‘ભન દો પાંચ’ આવી રહી છે જેમાં તે શ્રેયસ તળપદે સાથે આવી રહી છે. આ એક જૂદા પ્રકારની ફિલ્મ છે. લગ્નના 7 વર્ષ થવા છતાં બાળક ન જન્મતા તેઓ ત્રણ બાળક દત્તક લે છે ને દત્તક લીધા પછી પ્રિયંકા (બિદીલા બેગ) ગર્ભવતી થાય છે અને જોડકાને જન્મ આપે છે. હવે પાંચ પાંચ બાળકોનું કરવું શું?

બિદીતા બેગ જાણીતા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં કયારેક જ દેખાવું પસંદ કરે છે તે એવી ફિલ્મોમાં કામ કરવું પસંદ કરે છે જે સામાજીક-રાજકીય વિષય ધરાવતી હોય. મૂળ તે બંગાળી છે અને બંગાળી અભિનેત્રીઓમાં હોય તેવી સભાનતાથી કામ કરે છે. તેને મોટી સ્ટાર થવાની લાલચ નથી. નાની ફિલ્મો અને વેબસિરીઝથી તેનું કામ ચાલી જાય છે. કોલકાતા હતી ત્યારે મોડલીંગ કરતી હતી અને પછી ફિલ્મોમાં અભિનય કરવા માંડી. મુંબઇ આવી ગયા પછી તે હિન્દી ફિલ્મો પર જ ધ્યાન આપે છે અને તેને વેબસિરીઝ પણ મળતી રહે છે.

Most Popular

To Top