યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની ફળશ્રુતિ શું? દરિયા પાર શ્રીલંકાએ નાદારી નોંધાવી.પાકિસ્તાનમાં ઈમરાને સત્તા ગુમાવી.ભારત દેશમાં ફુગાવો ૧૮ મહિનાની ટોચે પહોંચ્યો.જર્મની અને અમેરિકામાં પણ મોંઘવારીએ માઝા મૂકી.દુનિયાભરમાં ક્રુડ ઓઈલના વધતા ભાવોને પગલે પેટ્રોલ-ડીઝલ સહિતની પેદાશો મોંઘી થઇ અને આ હાડમારીનો અંત કયારે આવશે એની કલ્પના કરવી પણ કફોડી છે.મહાસત્તા હોવા છતાં રશિયા હજી યુક્રેનને હરાવી શક્યું નથી એ વાસ્તવિકતા છે.દુનિયા હવે રશિયાતરફી અને રશિયાવિરોધી એમ બે દેશોની છાવણીમાં વહેંચાઇ ગઈ છે.
વિદેશ નીતિના સિધ્ધાંતોને ટાંકીને ભારતનો એવો બોલ બોલાયો છે કે અમે આ યુધ્ધમાં તટસ્થ રહીશું.જેને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયાવિરોધી મતદાનમાં ભારત હંમેશા ગેરહાજર રહ્યું છે.ભારત દેશ ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક યાને કે ભારત,અમેરિકા,જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોની ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક ટીમમાંથી બાકીના ત્રણ દેશો હંમેશા રશિયાવિરોધી રહ્યા છે.જયારે ભારતને પણ રશિયાવિરોધી વલણ અપનાવવા સમજાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.અમેરિકા કહે છે કે ભારત અને અમેરિકા બંને લોકશાહીમાં આસ્થા ધરાવતા દેશો છે. એક તરફ વિશ્વની સૌથી જૂની અને સુવિકસિત લોકશાહી ધરાવે છે તો બીજી તરફ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ છે.
સૌ પ્રથમ તો ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદે છે. આ પરિપ્રેક્ષ્યમાં અમેરિકી સંરક્ષણ મંત્રી કહે છે કે ભારતના હિતમાં અમેરિકા હંમેશા ચીનની દાદાગીરી સામે બોલતું આવ્યું છે અને બોલતું રહેશે. ટૂંકમાં ભારતને ડિફેન્સ ટેકનોલોજીમાં ભરપૂર સહાય આપવા ઉપરાંત સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ એગ્રીમેન્ટ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર એન્ડ સ્પેસ ટેકનોલોજી ઉપરાંત ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ભારતને મજબૂત બનાવવા અમેરિકાએ દોસ્તીનો હાથ લંબાવ્યો છે ત્યારે ભારત માટે મોકો મહત્ત્વનો છે.જોઈએ આગળ શું થાય છે.
ભરૂચ- વીરેન્દ્રસિંહ અટોદરિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે