World

ભારતને મદદ કરવા અમેરિકાનું બાઇડન તંત્ર મિશન મોડમાં

ભારતમાં જંગલી આગની જેમ ફેલાયેલ કોવિડ-૧૯ના રોગચાળા સામે લડવા માટે ભારત સરકારને મદદ કરવા અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે મિશન મોડ અપનાવ્યો લાગે છે અને તેણે તમામ અફસરશાહી અવરોધો દૂર કર્યા છે.

અમેરિકી સરકારની વિવિધ પાંખો જેમાં સંરક્ષણ વિભાગ, આરોગ્ય અને માનવ સંસાધન વિભાગ, વિદેશ વિભાગ, યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ(યુએસએઇડ) અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને ભારતની જરૂરિયાતોને સમજવા અને તમામ તબીબી જરૂરિયાતો ભારત માટે હવાઇ માર્ગે જેમ બને તેમ જલ્દી રવાના થવાનું શરૂ થાય તે સુનિશ્ચિત કરવા સક્રિય કરવામાં આવ્યા છે. અ

દરમ્યાન, અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી ચુકેલા અમેરિકી પ્રમુખ જો બાઇડને ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકાની જરૂરિયાતના સમયે ભારત અમેરિકાને પડખે ઉભું રહ્યું હતું અને હવે અમેરિકા ભારતને તેની કોવિડ-૧૯ સામેની લડતમાં તાકીદની સહાય પુરી પાડવા માટે પૂર્ણ ટેકો આપશે. ભારત અમારા માટે ઉભું રહ્યું હતું અને અમે ભારત માટે ઉભા રહીશું એમ બાઇડને મોદી સાથે ફોન પર વાતચીત પછી ટ્વીટ કરીને કહ્યું હતું.

Most Popular

To Top