National

બિડેન પ્રશાસને ટ્રમ્પના સમયની નાગરિકતા કસોટી પાછી ખેંચી, તેની ૨૦૦૮ની આવૃતિ ફરી સ્થાપિત કરી

અમેરિકાના બિડેન પ્રશાસને ટ્રમ્પ યુગની સખત નીતિ ઉલટાવી છે અને તમામ લાયક વ્યક્તિઓ માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનાવવાનો માર્ગ મોકળો કરતા નેચરલાઇઝેશન ટેસ્ટ મોડ્યુલની ૨૦૦૮ની આવૃતિ ફરી શરૂ કરી છે.

યુએસસીઆઇએસ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું કે તે પહેલી માર્ચ ૨૦૨૧થી શરૂ થાય તે રીતે નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટના ૨૦૦૮ના વર્ઝન તરફ પાછું જાય છે. અગાઉના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને પ્રશ્નોની સંખ્યા વધારીને ૧૦૦ પરથી ૧૨૮ કરવામાં આવી હતી અને બહુહેતુક પ્રશ્નોમાં સાચા જવાબોમાં રાજકીય અને વૈચારિક રંગ આવે તે રીતે પ્રશ્નો રખાયા હતા.

આ કસોટીના ફેરફારો પાછા ખેંચવાની જાહેરાત કરતા યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઇએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમણે ૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ કે તે પછી અરજી કરી હોય તેવી વ્યક્તિઓને આ ટેસ્ટ લાગુ પડશે.

જેઓ નેચરલાઇઝેશન વડે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે અરજી કરે છે તેવા અરજદારોની સિવિક્સ ટેસ્ટ લેવામાં આવે છે અને તે નેચરલાઇઝેશન માટેની બંધારણીય જરૂરિયાતોમાંની એક છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top