Gujarat

આઈઆઈટીઈ દ્વારા આજે સાઇકલ રેલી: રાજ્યપાલ પ્રસ્થાન કરાવશે

દેશની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા આવતીકાલ 28 ઑગસ્ટ 2021ના રોજ સવારે 7 કલાકે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.

“આઈઆઈટીઈના કુલપતિ ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયેલી સાઇકલ રેલીમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના પ્રતીકરૂપે આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી પાંખના સભ્યો મળીને કુલ 75 સાઇકલ સવારો આ રેલીમાં ભાગ લેશે. “આ સાઇકલ રેલી ગાંધીનગર રાજભવનથી શરૂ થઈને સૂર્યજ્યોત સરોવર, ચ-2, ચ-3, ચ-5થી ખ-5 થઈને આઈઆઈટીઈના સંકૂલમાં પૂર્ણ થશે.

” સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આઈઆઈટીઈ દ્વારા ઑગસ્ટમાં ત્રીજા આ કાર્યક્રમનું આયોજન થયું છે. 15 ઑગસ્ટના રોજ ‘ફ્રીડમ રન 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ જ દિવસે આઈઆઈટીઈ સંકુલમાં આવેલા અભિવ્યક્તિ જ્ઞાન પટલ પર સ્વતંત્રતા સેનાનીઓના વિશાળ ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top