National

ભોપાલ ગેસ દુર્ઘટના: પીડિતોને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે ફગાવી 7400 કરોડના વધારાના વળતરની માંગ

ભોપાલ: ભોપાલ ગેસ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે પીડિતોને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે યુનિયન કાર્બાઇડ કંપનૂ પાસેથી 7400 કરોડના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્રની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો વધુ વળતર મેળવી શકશે નહીં. 1984ની દુર્ઘટનાના પીડિતોને યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (યુસીસી) ની અનુગામી કંપનીઓ પાસેથી રૂ. 7,400 કરોડના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્ર દ્વારા દાખલ કરાયેલી ક્યુરેટિવ પિટિશન પર સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે.

વળતરમાં ઘોર બેદરકારી બદલ ઠપકો
કેન્દ્રની અરજીને ફગાવીને સર્વોચ્ચ અદાલતે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતરમાં ઘોર બેદરકારીને ઠપકો આપ્યો.હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરબીઆઈ પાસે પડેલી રૂ. 50 કરોડની રકમનો ઉપયોગ ભારત સરકાર પેન્ડિંગ દાવાઓને પહોંચી વળવા માટે કરશે. આ અગાઉ, યુસીસીની અનુગામી કંપનીઓએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે 1989માં કેસના સમાધાન સમયે ભારત સરકારે ક્યારેય એવું સૂચન કર્યું ન હતું કે આપવામાં આવેલ વળતર અપૂરતું છે.

હવે વળતર મેળવવા માટે કોઈ આધાર નથી: ફર્મ
કંપનીઓના વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 1989થી રૂપિયાનું અવમૂલ્યન હવે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વળતર મેળવવાનો આધાર બની શકે નહીં. અગાઉ, કેન્દ્રએ 1984ની દુર્ઘટનાના પીડિતોને વધુ વળતર ચૂકવવા માટે ડાઉ કેમિકલ પાસેથી રૂ. 7,844 કરોડની માંગણી કરી હતી.

આ દુર્ઘટનામાં 3,000થી વધુ લોકોના મોત થયા હતા
આ દુર્ઘટનામાં 3,000 થી વધુ લોકોના જીવ ગયા હતા અને પર્યાવરણને પણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં બચેલા લોકો ઝેરી ગેસ લીક ​​થવાથી થતા રોગો માટે પૂરતા વળતર અને યોગ્ય તબીબી સારવાર માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે.

12 જાન્યુઆરી માટે ચુકાદો અનામત રાખ્યો હતો
કેન્દ્રએ ડિસેમ્બર 2010માં વળતર વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. વિગતવાર દલીલો સાંભળ્યા પછી, 12 જાન્યુઆરીએ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે પીડિતોને વધુ વળતર ચૂકવવા માટે UCCની અનુગામી કંપનીઓ પાસેથી વધારાના રૂ. 7,400 કરોડની માંગ કરતી કેન્દ્રની ક્યુરેટિવ પિટિશન પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. હતી.

Most Popular

To Top