અક્ષયકુમારની એક પછી એક 3 ફિલ્મો ‘બેલબૉટમ’, ‘બચ્ચન પાંડે’ અને ‘પૃથ્વીરાજ’ ફ્લોપ રહ્યા પછી ‘રક્ષાબંધન’નું ટ્રેલર આશા જગાવી રહ્યું છે. એક વાત માનવી પડશે કે અક્ષયકુમારની ફિલ્મો ચાલે કે ના ચાલે પણ દર્શકો તેને પસંદ જરૂર કરે છે એટલે અક્ષયકુમારે કોઇ રીમેક કે બાયોપિકને બદલે અસલ વાર્તા પરની ફિલ્મ કરીને ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉની જેમ અક્ષયકુમારે પારિવારિક એક ફિલ્મમાં કામ કર્યું છે. ભૂમિ પેડનેકર સાથે તેની ‘ટૉઇલેટ : એક પ્રેમકથા’ પછી ફરી જોડી જામી રહી છે. નિર્દેશક તરીકે આનંદ એલ. રાય સાથે પણ ‘અતરંગી રે’ના કેમિયો પછી બીજી ફિલ્મ છે.
આનંદ રાય સરળ વાર્તાને એટલી વાસ્તવિક રીતે બતાવતા હોય છે કે દર્શકોને સ્પર્શી જાય છે. અક્ષયકુમાર માટે અત્યારે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ગણાતી હશે પરંતુ આમિરને નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે. 11 ઓગસ્ટના દિવસે આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ પણ બોક્સઓફિસ પર છે. છતાં અત્યારે તો અક્ષયકુમારની તરફેણમાં વાતાવરણ છે. આમિરે આ વખતે હોલિવુડની ફિલ્મની રીમેક બનાવી હોવાથી ટીકા થઇ રહી છે, ત્યારે અક્ષયકુમારને એક અસલ જીવનની ઇમોશન અને કોમેડીથી ભરપૂર પારિવારિક ડ્રામાવાળી ફિલ્મ માટે પ્રશંસા મળી રહી છે.
રણબીર કપૂર બોલિવુડને દક્ષિણની ફિલ્મોથી બચાવી શકશે?
ણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ પછી ‘શમશેરા’ના ટીઝરમાં પણ અલગ લુક સાથે જબરદસ્ત ભૂમિકામાં દેખાયો છે. ઘણાને ‘શમશેરા’માં હીરો, વિલન, પૌરાણિક પરિવેશ વગેરેને કારણે ‘KGF 2’ જેવી ફિલ્મ હોવાની આશા જાગી રહી છે. ‘KGF 2’ ના રૉકીની જેમ જ શમશેરા લોકો માટે લડતો અને લૂંટ કરતો દેખાય છે. અલબત્ત બંનેની વાર્તા અલગ છે. ટીઝરના સંવાદ ‘કોઇ રોક ના પાયેગા ઇસે, જબ યે ઊઠે બન કે સવેરા’ સાથે ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે જો ‘શમશેરા’ અપેક્ષા મુજબ જ હિટ ફિલ્મ નીકળી તો દક્ષિણની ફિલ્મોને જવાબ આપી શકે છે.
રણબીરનો બંને ફિલ્મોના ટ્રેલરનો અભિનય જોયા પછી તેના પર નેપોટિઝમનો આક્ષેપ કરવાનું કોઇ કારણ દેખાતું નથી. નિર્દેશક કરન મલ્હોત્રા અગાઉ રિતિક – સંજય દત્ત સાથે ‘અગ્નિપથ’ જેવી ફિલ્મ આપી ચૂક્યા છે. સંજય દત્ત ખતરનાક લુકમાં પ્રભાવિત કરી રહ્યો છે. ‘KGF 2’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ પછી સંજય ફરી ભયાનક વિલન તરીકે દેખાવાનો છે. તેણે આ ફિલ્મ માટે “ 8 કરોડ લીધા છે, જ્યારે છેલ્લા 4 વર્ષથી ‘સંજુ’ પછી રણબીરની કોઇ ફિલ્મ આવી નથી. છતાં તેણે ‘શમશેરા’ માટે “ 20 કરોડની ફી લીધી છે. તેનું કારણ છે કે એ પ્રકારની તે મહેનત કરે છે.
અભિનયમાં તેની કોઇ ભૂલ કાઢી શકે એમ નથી. તે પોતાની અન્ય ફિલ્મોને બાજુમાં રાખી ‘શમશેરા’નો નાના શહેરોમાં વધારે પ્રચાર કરવાનો છે. રણબીરનું ધ્યેય દર્શકોના મોટા વર્ગ સુધી ‘શમશેરા’ને પહોંચાડવાનું છે. નવાઇની વાત એ છે કે રણબીર સોશ્યલ મીડિયાથી દૂર રહે છે. એટલે તેની ફિલ્મોના ટ્રેલર પત્ની આલિયા પોતાના સોશ્યલ એકાઉન્ટથી રજૂ કરે છે. યશરાજ ફિલ્મ્સ પણ રણબીરની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ તરીકે રજૂ કરશે. 22 જુલાઇએ હિન્દી સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં ડબ થઇને રજૂ થનારી ‘શમશેરા’ની સફળતા – નિષ્ફળતાની અસર તેની જ સપ્ટેમ્બરમાં આવનારી અયાન મુખર્જી નિર્દેશિત ‘બ્રહ્માસ્ત્ર’ ઉપર થવાની છે.
આ વખતે અક્કીએ દહેજ જેવી સામાજિક કુપ્રથાનો મુદ્દો સહજ રીતે ઉઠાવ્યો છે. એમાં ભાઇ – બહેનના પ્રેમને બહુ સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં જ કહેવાયું છે કે ‘કભી – કભી ભાઇ હોના સુપરહીરો હોને સે ભી બહેતર હોતા હૈ.’ એક ટીપીકલ પરિવારની ફિલ્મના સંવાદ અને દ્રશ્યો આકર્ષણ ઊભું કરી રહ્યા છે. આમ તો આ વિષય પર અગાઉ બોલિવુડમાં સેંકડો ફિલ્મો આવી ચૂકી છે ત્યારે ‘રક્ષાબંધન’ કેટલી અલગ બની છે, એના પર સફળતાનો આધાર રહેશે.
બોલિવુડ જે પ્રકારની પારિવારિક ફિલ્મો માટે જાણીતું રહ્યું છે, એવી જ ‘રક્ષાબંધન’ લાગી રહી છે. ટ્રેલરમાં કેટલીક વાતો છુપાવીને ઉત્સુક્તા ઊભી કરી છે. ટાઇટલ હોવા છતાં ક્યાંય રક્ષાબંધનના તહેવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બહેનોના લગ્ન માટે રૂપિયા શોધતા અક્ષયકુમારની ભૂમિ સાથેની પ્રેમકહાનીનો પણ એક ટ્રેક છે. આ ફિલ્મમાં 4 બહેનો તરીકે ઓછી જાણીતી અને નવી અભિનેત્રીઓ સાહેજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ અને સ્મૃતિ શ્રીકાંત છે. જો કે આ પ્રકારની ફિલ્મોમાં વાર્તા જ સાચો હીરો સાબિત થતી હોય છે.