ઉમરગામ : ભીલાડના (Bhilad) ડેહલીમાં ચોરીના શંકમદ ઈસમને પકડવા ગયેલા વલસાડ (Valsad) એલસીબી (LCB) પોલીસના (Police) પીએસઆઇ કમલેશ બેરીયા સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ (Complaint) નોંધાવા પામી છે. વલસાડ એલસીબીના પીએસઆઇ કમલેશ બેરીયા સ્ટાફના માણસો એેએસઆઈ રાકેશ રમણ, નરેન્દ્ર સાંમત, હે.કો મહેન્દ્ર ગામીત ભિલાડ વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા અને શોધી કાઢવા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
- ભીલાડના ડેહલીમાં પીએસઆઇ સાથે ઝપાઝપી
- જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદથી ચકચાર
- ગુન્હાઓ શોધી કાઢવા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
બાતમીના આધારે શુક્રવારે તેના ઘરે તપાસ કરવા પુછપરછ માટે ગયા
તે વખતે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા અને હાલમાં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયો છે તેમાં શંકદાર ઈસમ મહમદ જાબીર અબ્દુલ શેખ ઘરે હાજર હોવાની બાતમીના આધારે શુક્રવારે તેના ઘરે તપાસ કરવા પુછપરછ માટે ગયા હતા. તે દરમિયાન મહમદ જાબીર અબ્દુલ શેખ, અરબાઝ જાબીર શેખ, ગુફરાન જાબીર શેખ અને શબનમ જાબીર શેખ એ એલસીબી પીએસઆઇ કમલેશ બેરીયા અને સ્ટાફના માણસો સાથે બોલાચાલી કરી જેલમાંથી છૂટ્યા બાદ તને જીવતો નહીં રહેવા દઉ તેવી ધમકી આપી પોલીસના કામમાં રૂકાવટ કરી હતી.
ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જોકે ભિલાડ પોલીસના માણસો આવી જતા ગુફરાન જબીર શેખ તથા અરબાઝ જાબીર શેખ અને શબનમ શેખ ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે મહમદ જાબીર અબ્દુલ શેખને ભિલાડ પોલીસ સ્ટેશને પકડી લાવી કાર્યવાહી કરી હતી. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં એલસીબી પીએસઆઇ કમલેશ બેરીયાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.