સુરત: સુરતમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. ભરબાપોરે(In afternoon) બે મજૂરોને બેભાન કરી લુંટ(Robbery) ચલાવવામાં આવી હતી. બંને શ્રમિકો(Labour)ને કામ અપાવવાની લાલચે રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા અને લૂંટ ચલાવ્યા બાદ ભેસ્તાન(Bhestan) ચોકડી પાસે બંને મજૂરોને ફેંકી દેવાયા હતા. સંજોગોવસાત જાણકારી મળતા મજૂરોનો જીવ બચાવી લેવાયો છે.
રીક્ષામાં મુસાફરોને ઘેનનો પ્રવાહી પીવડાવી લૂંટ ચલાવતી ગેંગએ વધુ બે શ્રમિકોને નિશાન બનાવી રોકડ રૂપિયા અને મોબાઇલની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાન ચોકડી નજીકથી મળી આવેલા બન્ને શ્રમિકોને 108 અને રીક્ષાની મદદથી સારવાર માટે સિવિલ લવાતા આખી ઘટના સામે આવી છે. પરિવારે જણાવ્યું હતું કે, રોકડ રૂપિયા 15 હજાર અને 12 હજારની કિંમતનો મોબાઇલ ગુમ થયો છે. મજૂરી કામ અપાવવાના બહાને બન્ને શ્રમિકોને રિક્ષાવાળા લઈ ગયા બાદ બન્ને બેભાન અવસ્થામાં મળી આવ્યા છે.
પરિવારે જણાવ્યું હતું કે, બે પૈકી એકનું નામ નિયાજુદીન ઇકરામ શેખ (32 રહે મસ્તાન નગર, ઉધના) અને બીજાનું નામ યશવંત કામોડે (36 રહે શિવાજી નગર, લીંબાયત) છે. બન્ને લોડિંગ અનલોડિંગના કામકાજ સાથે સંકળાયેલા છે. આજે બપોરે બન્ને મિત્રોને ઉધના ત્રણ રસ્તા પાસેથી રિક્ષામા બેસાડી કામ અપાવીશું કહી લઈ જવાયા હતા. ત્યારબાદ એક ભેસ્તાન ચોકડી અને બીજો ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસેથી મળી આવ્યો હતો. બન્ને ઊલટીઓ કરતા લોકોએ મદદ કરી મિત્રોનો સંપર્ક કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, યશવંત પાસે 15 હજાર રોકડ અને નિયાજુદીન પાસે 15 હજારનો મોબાઇલ હતો એ ગુમ છે. બન્ને 3 અને 4 વાગ્યા ની આસપાસ અલગ અલગ જગ્યા ઉપરથી મળી આવ્યા હતા. સ્થાનીકોએ મિત્રને ફોન કરી બંન્ને બેભાન પડેલા હોવાની જાણ કરી હતી. પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે, નાશયુક્ત પ્રવાહી પીવડાવી લૂંટ ચલાવી હોય એમ લાગે છે. ઊલટીઓ બાદ બન્ને ને સિવિલ ખસેડવામાં આવ્યા છે. બન્ને સંયુક્ત પરિવાર સાથે રહે છે.
વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉધના ભેસ્તાન વચ્ચે રીક્ષા ગેંગ સક્રિય હોવાનું કહી શકાય છે. એક મહિનામાં આ ચોથો બનાવ બન્યો છે. હાલ બન્નેની હાલત સાધારણ છે. બન્નેના પરિવારજનો ઘટનાની જાણ બાદ ચિંતામાં મુકાઈ ગયા છે.