SURAT

ભેસ્તાન સફારી કોમ્પ્લેક્ષ સામે BRTS બસે ત્રણને અડફેટે લીધા: એકની હાલત ગંભીર

સુરત: સુરતની BRTS બસ દ્વારા થતાં અકસ્માતના સમાચાર વારંવાર આવતા હોય છે ત્યારે આજે ફરી એકવાર આવા સમાચાર સામે આવ્યા છે. સુરત ભેસ્તાનના(bhestan) સફારી કોમ્પ્લેક્ષ સામે BRTS બસે(BTRS Bus surat) મહિલા સહિત ત્રણને અડફેટે(Accident) દીધા હતા. ત્રણેયને(Three) ગંભીર હાલતમાં(Serious Condition) 108ની મદદથી સારવાર માટે સિવિલ(New Civil Hospital) ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત(Injurd) ત્રણ પૈકી એકની હાલત ગંભીર(Serious) હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ પૈકી બે વ્યક્તિઓ સિવિલના કોન્ટ્રાકટ કર્મચારીઓ(Contract worker) હોવાનું અને નોકરી પર આવતા બસે અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.

  • BRTS બસે ફરીએક વાર ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા
  • ઇજાગ્રસ્તોમાં બે વ્યક્તિ માતા પુત્ર હતા
  • અન્ય ઇજાગ્રસ્ત કારખાનામા મજૂરી કામ કરતો મજૂર હતો

08ના કર્મચારીઓએ કહ્યું હતું કે, ઘટના લગભગ સવારે 8:30 વાગ્યાની હતી. સૂચના મળતા જ અમે 108 સાથે ઘટનાસ્થળ ઉપર ઝડપભેર પહોચ્યા હતા. BRTS રૂટ ઉપર લોહી લુહાણ હાલતમાં ત્રણ વ્યક્તિઓ બેભાન પડ્યા હતા. માતા-પુત્રને એક જ એમ્બ્યુલન્સમાં અને બીજા અજાણ્યા વ્યક્તિને બીજી એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા. જ્યાં નૈનેશ નામનો યુવક ગંભીર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે માતા સીમાબેન અને અજાણ્યા ઈસમની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

ગૌરવ (ઇજાગ્રસ્ત માતા-નાના ભાઈ) એ જણાવ્યું હતું કે, આખું પરિવાર સિવિલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરે છે. નાનો ભાઈ નૈનેશ કાપડ માર્કેટની દુકાનમાં કેશિયર તરીકે કામ કરે છે. આજે સવારે માતાને ઘરેથી બાઇક પર બેસાડી ભાઈ ઉધના દરવાજા તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે જ ભેસ્તાન સફારી કોમ્પ્લેક્ષ સામેના BRTS રૂટ ઉપર આ ઘટના બની હતી. હાલ ભાઈની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. આખું પરિવાર આઘાતમાં છે. બસ ભાઈના કોઈ સારા સમાચાર મળે એટલે થોડી નિરાંત થાય એવી પ્રાર્થના કરીએ છીએ.

જ્યારે અજાણ્યા ઇસમનુ નામ વનમાળી પાડી (ઉ.વ 55) હોવાનું અને કાને સાંભળી ન શકતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. બે સંતાનોના પિતા વનમાળી ભાઈ ભેસ્તાન આવાસમાં રહે છે અને લૂમ્સના કારખાનામાં મજુરી કામ કરે છે. શાકભાજી લઈને ઘરે પરત ફરતા અકસ્માતમાં ઘવાયા હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top