SURAT

ભેસાણના સેગવા છામાં રોડ ઉપર અકસ્માત : કાળ બનીને આવતા ટ્રકે શિક્ષિકાનો જીવ ભરખી લીધો

સુરત: શહેરના છેવાડે આવેલા ભેસાણ (Bhesan) ગામ રોડ ઉપર બુધવારે મોળી સાંજે એક ગમખ્વાર અકસમાત (Accident) બન્યો છે. સેગવા છામાં રોડ ઉપર ધસમસતી દોડતી એક ટ્રકની (Truck) અડફેટે ચઢેલા એક શાળાના શિક્ષિકાને (Teacher) કાળ ભેટી ગયો છે. માતેલા સાંઢની જેમ દોડતી ટ્રક નીચે કચડાઈ ગયેલા આ શિક્ષકનું ઘટના સથળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતુ. અકસમાતને પગલે નજીકના ગ્રામ જનો ઘટના સ્થળે તુરંત પહોંચ્યા હતા અને 108ને જાણકારી આપી હતી. શિક્ષિકાને કોઈપણ સારવાર મળે તે પહેલાજ તેનું મોત (Death) નીપજ્યું હતું. આ ઘટનાને લઇને ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણકે ભેસાણ નજીકના હજીરા ,સેગવા છામાં હાઇવે ઉપર છાસ વારે અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું પ્રકાશમાં આવ્યા કરે છે.

  • રાયન ઇન્ટરનશન શાળાની શિક્ષિકા ઉપર ટ્રકનું વીલ ફરી વળ્યું
  • અકસમાતને પગલે નજીકના ગ્રામ જનો ઘટના સ્થળે તુરંત પહોંચ્યા
  • આવાર નવાર અકસ્માતોને પગલે ગામજનોમાં ભારે રોષ

રાયન ઇન્ટરનશન શાળાની શિક્ષિકા ઉપર ટ્રકનું વીલ ફરી વળ્યું
બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર સુરત ઓલપાડ વિસ્તારમાં આવેલ રાયન ઇન્ટર નેશનલ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષિકા મેરી ડેનિસ નામક શિક્ષિકા બુધવારે બપોરે તેમના વાહન ઉપર જઈ રહ્યાં હતા એવામાં ટ્રકની અડફેટે ચઢી જતા ટ્રકનું પાછલું પૈડી તેમની ઉપર ફરી વળ્યું હતું. અકસ્માતમાં જોત જોતામાં તેમનુ ઘટના સથળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘટનાની જાણકારી સ્થાનિકોએ ઓલપેડ પોલીસને કરી હતી.પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી જય પંચનામાંની કાર્યવાહી હાથ ધરી હતી.

આવાર નવારના અકસ્માતોને પગલે ગામજનોમાં ભારે રોષ
ભેસાણના સેગવા છામાં રોડ ઉપર અવાર નવાર અકસ્માત બન્યા કરે છે જેને કારણે ગામજનોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાઈવે ઉપર બેફામ દોડતી ટ્રકો સતત લોકો ના ભોગ લઇ લેતી હોઈ છે ગામવાસીઓએ આ અંગે તંત્રને પણ અનેકો વાર રજૂઆત કરી છે જોકે તેનો કોઈ પણ નિકાલ નહિ આવતા હવે તેમનામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.બુધવારે આવો જ એક અકસ્માત ફરી બન્યો હતો જેમાં રાયન ઇન્ટરનૅશનલ શાળામાં કામ કરતા મહિલા શિક્ષિકા મેરી ડેનિયલ ઉપર ટ્રકનું તોતિંગ પૈડું ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

Most Popular

To Top