Vadodara

ભાયલી સરદારનગર હા.સોસાયટીમાં ગેરકાયદે મોબાઈલ ટાવરો સામે સ્થાનિકોમાં ભારે રોષ

       વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી સરદારનગર હાઉસિંગ સોસાયટીમાં રહેણાંકના મકાનોમાં વ્યવસાયિક ધોરણે ખાનગી મોબાઈલ કંપનીનું ટાવર લગાવવાની તજવીજ સામે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.ગુરુવારે સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કરી વહીવટી વોર્ડ નંબર 6ની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.અને જો અહીં મોબાઈલ ટાવર ઉભું કરવામાં આવશે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત ગામોને પાલિકામાં સામાવેશ કરાયેલા ગામ પૈકી ભાયલી વિસ્તારમાં આવેલ સરદાર નગર સોસાયટીમાં સિટી સર્વે નંબર 1/2 પૈકી સરદારનગર હાઉસિંગ સોસાયટીના રહેણાંકના મકાનોમાં વગર પરવાનગીએ ખાનગી કંપનીના મોબાઈલ ટાવર ઉભું કરવાની તજવીજ હાથધરાતા સ્થાનિકોએ આજે ઉગ્ર સુત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વહીવટી વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે આવેદનપત્ર આપી અહીં મોબાઈલ ટાવર ઉભું નહીં કરવા દેવા રજુઆત કરી હતી.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ભાયલી ગામમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા આર્થિક રીતે નબળાં વર્ગના લાભાર્થી માટે રહેણાંકના મકાનો બાંધેલા છે અને તે જગ્યામાં રહેવા માટે શાંતિ જોઈએ તેના બદલે તે જગ્યા ઉપર પટેલ રાકેશભાઈ મુળજીભાઈ નામના લાભાર્થી મકાન નંબર 17-18 તે જગ્યા ઉપર મોબાઈલ ટાવર ઉભું કરવા માંગે છે.અને જો તે જગ્યાએ મોબાઈલ ટાવર ઉભું કરવામાં આવશે તો ત્યાં આજુબાજુના તમામ રહીશોને હેલ્થ ઉપર 100 ટકા મોબાઈલ ટાવરના કિરણોથી નુકશાન થાય છે.

 વાત સાચી છે.તેથી ત્યાંના તમામ રહીશોનો તેમજ આજુબાજુના રહીશોનો વાંધો હોવાથી તે જગ્યાએ હાલમાં મોબાઈલ ટાવર ઊભું કરે નહીં અને તે અંગેની આગળની કોઈપણ જાતની કાર્યવાહી કરે નહીં તેવી સરદારનગરનાં તમામ રહીશોની માંગ છે.

તે જગ્યા સરકાર તરફથી ગરીબ અને નબળાં વર્ગના લાભાર્થીને શાંતિથી રહેવા માટે આપેલ છે.તે જગ્યાએ જો મોબાઈલ ટાવર બાંધવામાં આવે તો ત્યાં રહેતા તમામ રહીશોને મોબાઈલ ટાવરના કિરણોથી હેલ્થને નુકશાન પહોંચે તેમ છે.તેથી શાંતિથી રહેવાને બદલે અશાંતિ પેદા થાય અને ત્યાં આગળ કોઈપણ જાતનું  મોબાઈલ ટાવર ઊભું કરવું નહીં અને જેઓએ મોબાઈલ ટાવર ઊભું કરેલ છે તે ટાવરનો ઓર્ડર કેન્સલ કરે અને તે અંગે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી તમામ રહીશોની માંગ છે.

આ લાભાર્થીએ તેના મકાનના ખુલ્લા ભાગની જગ્યામાં બાંધકામ કરી મોબાઈલનું ટાવર ઊભું કરવા માટે ખોદકામ કરી સિમેન્ટ અને કોન્ક્રીટ થી બીમ ઊભો કર્યો છે.અને તે માટે આ જગ્યા રહેણાંકના ઉપયોગ માટે હોય તેના બદલે તેનો ભંગ કરી આ જમીનનો વપરાશ મોબાઈલ ટાવરના ઈન્સ્ટોલેશન કરવા માટે કરી રહેલ છે.તેમજ આ બાબતમાં આજુબાજુના રહીશોની કોઈપણ જાતની સંમતિ લીધેલ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top