ગાંધીનગર : ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ ટેકનિકલ કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે. જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે. ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા ૨૯ માર્ચ ૨૦૨૬થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે ૨૫ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.