ભાવનગર : ફિલ્મોમાં જેમ બંદુક બતાવીને કાર રોકવામાં આવે છે અને ત્યાર બાદ કારમાં બેઠેલા લોકોને બંદુકની અણીએ કારની સાથે જ ઉઠાવી લેવામાં આવ્યા હતા. તેવો જ એક બનાવ ભાવનગરના (Bhavnagar) સિહોર (Sihor) તાલુકામાં બન્યો છે. સિહોરમાં વહેલી સવારે બુકાનીધારી ગેંગે એક આંગડિયા (Angadiya) પેઢીની કારને રોકી અને તેમા બેઠેલા બે લોકોને બંદુક બતાવીને લાખો રૂપિયાનો મુદ્દામાલની સાથે ઉઠાવીને લઈ ગયા હતા. આ ઘટનાની લોકોમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટના રોડપરની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ થઈ હતી.
મળતી માહિતી અનુસાર અમરેલીના લાઠી ગામેથી મહેન્દ્ર એન્ડ કું નામની આંગડિયા પેઢીના બે કર્મીઓ રોકડ રકમ અને તૈયાર હિરાના જથ્થા સાથે વહેલી સવારે લાઠીમાં આવેલી તેની પેઢીમાંથી નિકળ્યા હતા. કાર સિહોરમાં આવેલી તેની બ્રાન્ચમાં સામાન જમા કરાવી ભાવનગર તરફ આવી રહી હતી. જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.
ભાવનગર જતી આંગડિયા પેઢીની કાર પર અચાનક જ ત્રણથી ચાર યુવકો ત્રાટક્યા હતા. હુમલો કરનારાઓએ કારને બધી બાજુથી ઘેરી લીધી હતી. જે પછી હુમલાખોરોએ કારમાં બેઠેલા કર્મીઓને તમંચો બતાવીને ડરાવ્યા હતા. તમંચો બતાવીને ડરાવ્યા અને તે પોતે કારમાં બેસી બંન્ને કર્મીની અને મુદ્દામાલ સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલા કરનારાઓએ પોતાના ચહેરા કપડા વડે સંતાડેલા હતા જેના કારણે તેઓની ઓળખ થઈ શકે તેમ ન હતી. મળતી માહિતી અનુસાર આંગડિયા પેઢીમાં કેટલી રકમનો મુદ્દામાલ હતો તે ચોક્કસ માહિતી નથી મળી, પરંતુ અનુમાન મુજબ લાખો રુપિયાનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે.
માહિતી મળતા પોલીસ તરત જ એક્શનમાં આવી
ઘટનાની માહિતી મળતા પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. આ ઘટના અંગે ડીવાયએસપી મિહિર બારીયાએ જણાવ્યું હતું કે સિહોરમાં આંગડિયા પેઢીની કાર પર કરવામાં આવેલા હુમલાની માહિતી મળતા જિલ્લા ભરની પોલીસને એલર્ટ કરી હતી. શહેરના આવવા-જવાના તમામ રસ્તાઓ પર ટીમોને તપાસ માટેની કામગીરી સોપવામાં આવી હતી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. મ