SURAT

રણજી ટ્રોફીની તૈયારી કરતા ભટારના યુવાને આપઘાત કરી લીધો

સુરત : ભટારના (Bhatar) તક્ષશિલા એપાર્ટમેન્ટમાં (Takshshila APT) રહેતા અને રણજી ટ્રોફીની (Ranjee Trofi) તૈયારી કરી રહેલા 20 વર્ષના યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક દ્રશ્ય અરોરા એક દિવસ પહેલા જ એક ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને ઘરે પરત આવ્યો અને આ પગલું ભરી લીધું હતું. હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.ખટોદરા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભટાર રોડ ઉમાભગવ પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઇ અરોરા પાંડેસરાની જીઆઇડીસીની એસ.કે ફાઇબર કંપનીમાં મેનેજર છે.

દ્રશ્ય બીબીએનો અભ્યાસ કરવા ઉપરાંત રણજી ટ્રોફી માટે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો
દ્રશ્ય બીબીએનો અભ્યાસ કરવા ઉપરાંત રણજી ટ્રોફી માટે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. દરમિયાન દ્રશ્યએ શનિવારે બપોરે તેની માતાને કીટી પાર્ટીમાં મૂકીને પરત ઘરે આવ્યા બાદ એકલતાનો લાભ લઇને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને બનાવની જાણ થતા પોલીસને જાણ કરાઇ હતી. આ મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દ્રશ્યના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર દ્શ્ય બીબીએનો અભ્યાસ કરતો હતો. જે રણજી ટ્રોફી રમવા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. દ્શ્ય એક દિવસ પહેલા જ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને સુરત આવ્યો હતો. ઘરે આવ્યાના એક જ દિવસમાં તેણે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હાલ રહસ્ય બન્યું છે. આ મામલે ખટોદરા પોલીસ મથકનાં એએસઆઇ ધવલકુમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top