ભરૂચ: ભરૂચમાં (Bharuch) લવ જેહાદની (Love Jehad) હીન માનસિકતાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ (Hindu) યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં (Love Trap) ફસાવી તેની સાથે દુષ્કર્મ (Rape) આચરી યુવતીને કઠિતપણે બ્લેકમેઈલ (BlackMail) કરી આર્થિક અને શારીરિક રીતે પાયમાલ કરવાનું કાવતરું ઘડયું હોવાની સિરાજ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સિરાજ પટેલે વધુ એક યુવતીને શિકાર બનાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે બીજો ગુનો દાખલ કરાયો છે. સિરાજના ગુનાહિત માનસ ઉપર નજર કરવામાં આવે તો આ શખ્સ મુસ્લિમ અને 3 બાળકોનો પિતા હોવા છતાં અસલ ઓળખ છુપાવી અપરણિત હિન્દુ યુવક તરીકે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી હિન્દુ વિદ્યાર્થીનીઓને ફસાવતો હતો. અલગ અલગ નામથી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. અગાઉ બે યુવતીઓ બાદ આ શખ્સનો શિકાર બનેલી વધુ એક યુવતી પોલીસ પાસે પહોંચી છે.
ગઈ તા. 4 ઓગસ્ટે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તે પીડિતા સાથે મેહુલ પટેલ તરીકે ઓળખ આપી મિત્રતા બાંધી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તા 9મી ઓગસ્ટ ભરૂચ શહેરના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતાને ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી પ્રેમમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો.
સિરાજ પટેલે વિદ્યાર્થીની સાથે ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ભરૂચની સ્ટેશન રોડની હોટલમાં નાસ્તો કરવાના બહાને લઈ જઈ બળજબરીથી બળાત્કાર ગુજારી અશ્લીલ તસ્વીર ખેંચી હતી. આ બાદ સમયાંતરે આ તસ્વીર વાયરલ કરવાની ધમકી આપી રૂ.૬૭,૦૦૦/- પૈસા પડાવી લીધા હતા.
ભોગ બનેલી પીડીતાએ પોલીસને જણાવ્યું હતું કે એક દિવસ આરોપીએ પીડિતાને કામના બહાને મળવા બોલાવી હતી. ગૌતમ વસાવા તરીકે પ્રેમ સંબંધ બાંધનાર વ્યક્તિ મુસ્લિમ પહેરવેશમાં મળવા આવ્યો હતો. આ શખ્શે પોતે હિન્દુ નહીં મુસ્લિમ હોવાનો ઘટસ્ફોટ કરી પોતાનું નામ ગૌતમ નહીં પણ સિરાજ પટેલ હોવાનું જણાવ્યું હતું.
આ શખ્સે મુસ્લિમ ધર્મમાં ચાર લગ્નની પરવાનગી હોવા સાથે બીજી પત્ની તરીકે સાથે આવવા પીડિતા પર દબાણ કર્યું હતું. આ ઘટનાથી ભોગ બનેલી પીડિતાએ ભરૂચ સી. ડીવીઝનમાં સિરાજ પટેલ સામે દુષ્કર્મ, ખંડણી, સાયબર એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનેલી પીડિતાએ ચેઈન,બુટ્ટી વેચીને દુષ્કર્મ આચરતો વિધર્મીને પૈસા પધરાવ્યા
ભરૂચ જિલ્લામાં વિધર્મી ખોટી ઓળખ આપી કેટલાક કિસ્સામાં હિન્દુ યુવતીઓની જીંદગી બરબાદ કરવાના કિસ્સાઓ બની રહ્યા છે. હાલમાં બનેલી ઘટનામાં ભોગ બનેલી પીડિતાના અશ્લીલ ફોટા વાયરલ કરવાના બીકે દુષ્કર્મ આચરતો નબીરો સિરાજ પટેલે (ખોટું નામ ગૌત્તમ વસાવા આપીને) એટલી હદે હેરાન કરી છે કે સોનાની ચેઈન, બુટ્ટી વેચીને પૈસા પડાવી લેતો હતો.