Dakshin Gujarat

પાલેજના ડુંગરીપાળ પાસે મહિલા બુટલેગરના ઘરેથી મળ્યો આટલો દારૂ

ભરૂચ: (Bharuch) પાલેજના ડુંગરી પાળ પાસે મહિલા બુટલેગરને (Lady Bootlegger) કામરેજનો વોન્ટેડ સપ્લાયર ગેરકાયદે વિદેશી દારૂ (Foreign liquor) વેચવા માટે આપી જતો હતો. પાલેજ પોલીસે (Police) મહિલા બુટલેગરને ત્યાં રેડ કરીને રૂ.૨૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાલેજ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પાલેજ પોલીસ વિભાગની ટીમને પેટ્રોલિંગ કરતી વખતે એવી બાતમી મળી હતી કે, ડુંગરી પાળ ફળિયામાં રહેતી શાંતા અશોક માછી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો મંગાવીને સંતાડી રાખી વેચાણ કરે છે. જે બાબતે તા.૯મી ફેબ્રુઆરીએ સાંજે પોલીસે મહિલા બુટલેગરના ઘરે રેડ પાડી હતી. પોલીસે તપાસ કરતાં બે વિમલના થેલામાંથી રૂ.૨૬,૭૦૦નો દારૂ ઝડપી પાડ્યો હતો. શાંતા માછીએ કહ્યું હતું કે, ગેરકાયદે વિદેશી દારૂ સુરતના કામરેજનો બબલુ પ્રસાદ બિંદ વેચાણ કરવા માટે આપી જતો હતો. પાલેજ પોલીસે બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખડકી હાઇવે પરથી પૂંઠાના ખાલી બોક્ષની આડમાં લઈ જવાતા 8 લાખના દારૂ સાથે એક પકડાયો
વાપી-પારડી : વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પારડી ખડકી નેહાનં.48 પર સ્વાગત હોટલ પાસે સુરત જતા ટ્રેક ઉપર આઈશર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેને ઉભી રાખી તેની અંદર તપાસ કરતા ખાખી પૂંઠાના ખાલી બોક્ષની આડમાં ભારતીય બનાવટી વિદેશી દારૂ બોક્ષ નંગ 165 દારૂ બોટલ નંગ 4872 કુલ કિં. રૂ.8 લાખ મળી આવ્યો હતો. ટેમ્પો કિં.રૂ 8 લાખ મળી કુલ રૂ.16 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જેમાં ટેમ્પો ચાલક ચાંદ ઉર્ફે બાબુ ઇસ્માઇલ શેખ (ઉવ.40 રહે. વાપી ભડકમોરા, મૂળ રહે. મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. માલ ભરાવનાર નિલેશ કેવડી (રહે. દમણ, લાલુ સુલપડ રહે.વાપી) અને જલા ઉર્ફે જીગરને વોન્ટેડ બતાવ્યા હતા. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top