ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’ (The temple is for sale) ના બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં તેનો અમલ કરવામાં નહીં આવતા સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- ભરૂચના 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે
- તંત્ર દ્વારા અશાંતધારાનો અમલ નહીં કરવામાં આવતા સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો
- સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલકત અન્ય ધર્મીઓને વેચી દેવામાં આવે છે
સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે. જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે. ત્યાંની મિલકતના વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેકટરની જાણ બહાર મિલકત ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેકટર પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફર પર રોક મુકી, તેના અસલ માલિકને સત્તા અપાવી શકે છે. જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદી-વેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોય છે. ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલકત અન્ય ધર્મીઓને વેચી દેવામાં આવે છે. આથી તેઓએ ‘પોતાના મકાન અને ભગવાનનું ઘર એવું મંદિર પર વેચવાનું છે’ના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે તો તેનો તંત્ર દ્વારા કડકાઇથી અમલ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.