ભરૂચ, ઝઘડિયા: (Bharuch) દુનિયાની પહેલી દિવ્યાંગ (Handicapped) વૃદ્ધો માટેની રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે (River Bank) ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર (Temple) સામે સાડા 9 વીઘાંમાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) પૂરી થયા બાદ પહેલી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bupendra Patel) વિશ્વના પહેલા આ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ (Old Age Home) ‘પ્રભુનું ઘર’ના ભૂમિપૂજન માટે 19 ફેબ્રુઆરીએ આવી રહ્યા છે. જે માટે વહીવટી તંત્ર ખડે કામે લાગી ગયું છે.
- દુનિયાનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ભરૂચમાં બનશે
- ઝગડિયામાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના 9 વીઘાંમાં આકાર પામનાર આ સંકુલનું મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે
- ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલન કરશે
વિશ્વની પ્રાચીન નગરી ભરૂચ હવે દુનિયામાં દિવ્યાંગો માટેના 1.65 લાખ ચોરસ ફૂટમાં આકાર પામનાર ઓલ્ડ એજ રિસોર્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભરૂચમાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે, પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરે લીધું છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુ ટેલર 200 દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે એ માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે, જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન સહિતની 49 આધુનિક સુવિધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ દિવ્યાંગ વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા નથી. સામાન્ય વૃદ્ધાશ્રમમાં દિવ્યાંગ વૃદ્ધોને તેમની દિવ્યાંગતાને લીધે કોઈપણ વૃદ્ધાશ્રમમાં તેમને આશ્રય આપવામાં આવતો નથી. આવા વૃદ્ધોની સ્થિતિ દયનીય બની જાય છે. આથી સંસ્થાએ દિવ્યાંગ વૃદ્ધોને વિનામૂલ્યે આશ્રય મળી રહે એ માનવીય હેતુથી વૃદ્ધાશ્રમ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચના ઝઘડિયાના ઉંચેડિયા ગુમાનદેવ હનુમાનદાદાના મંદિર સામે ખૂબ જ આધુનિક તમામ સગવડો સાથે એક રિસોર્ટ બનાવી 200 નિરાધાર દિવ્યાંગને વિનામૂલ્યે જીવનના અંતિમ દિવસો પસાર કરે તેવું આયોજન કરાયું છે.
વર્લ્ડ ફર્સ્ટ હેન્ડીકેપ્સ ઓલ્ડ એજ રિસોર્ટમાં આ સુવિધા હશે
મુખ્ય પ્રવેશ, ફિચર વોલ, લોબી અને રિસેપ્શન, કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ, એડમિન ઓફિસ, ટોઇલેટ, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ, અધ્યક્ષનું કાર્યાલય અને રૂમ, ગૌશાળા, કમળના તળાવ સાથેનું મંદિર, સ્વિમિંગ પુલ, ગેમ્સ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ, મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, મેઇન સ્ટોર, મેઇન કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝિયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સેલિંગ રૂમ, હાઉસ કીપિંગ, સ્ટોર્સ અને લોન્ડ્રી, હર્બેરિયમ, લૉન એરિયા ગાઝેબો, કિચન ગાર્ડન, મલ્ટિપર્પઝ કોર્ટ, પાથવે, ડ્રાઈવ, ડબલ બેડ અને સિંગલ બેડના રૂમ્સ, ડોરમેટરી, સ્ટાફ ક્વાર્ટર, ઇમરજન્સી મોટરેબલ એક્સેસ અને પાર્કિંગ