દુકાનમાં ઘૂસી જ્વેલરનું મોંઢું દબાવી પિસ્તોલ કાઢી, પછી.., ભરૂચની લૂંટનો દિલધડક વીડિયો વાયરલ

ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા સુન્દરમ્ જ્વેલર્સની (Jewelers) દુકાનમાં બંદૂકની (Pistol) અણીએ લૂંટના (Robbery ) બનાવની નિષ્ફળ ઘટના સામે આવી છે. ગુરુવારે સવારે ૩ લુંટારુ ગ્રાહકના સ્વાંગમાં આવીને દિલધડક રીતે દુકાનદારનું મોં દબાવતાં બૂમરાણ મચાવતાં લુંટારુઓ પકડાઈ જવાની બીકે ભાગી છૂટ્યા હતા. ભરૂચ જિલ્લાને પોલીસે નાકાબંધી કરીને રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું હતું. ભરૂચ પોલીસે (Police) ટેક્નિકલ સર્વેલન્સ અને તમામ ટીમવર્કથી માત્ર બે કલાકમાં વિદેશ જવાની લાયમાં એક કંપનીમાંથી નોકરી છોડનારો કરતા મુખ્ય આરોપી સહિત ત્રણેયને ઝડપી (Arrest) પાડ્યા હતા.

ગુરુવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુન્દરમ્ જ્વેલર્સના દુકાનદાર બેઠા હતા. એ વેળા હાથમાં થેલી મોં પર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને ૩ લુંટારુ દુકાનમાં આવતાં દુકાનદાર ખુરશીમાંથી ઊભા થયા હતા. ટેબલ પર પોતાના મોબાઈલ પકડતાં તરત જ એક લુંટારુએ પાછળથી દુકાનદારનું મોં દબાવવાનો હીન પ્રયાસ થયો હતો. ત્રીજા લુંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર કાઢ્યું હતું. દુકાનદારને મોં દબાવવાનો પ્રયાસ કરતાં દુકાનદારે બૂમરાણ મચાવતાં ત્રણેય લુંટારા ભાગી છૂટ્યા હતા. એ વખતે દુકાનદારે પકડવા માટે તેમનો પીછો કર્યો હતો.

  • ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુન્દરમ્ જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ.
  • હાથમાં થેલી મોં પર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને ૩ લુંટારુ દુકાનમાં આવ્યા હતા.
  • એક લુંટારુએ પાછળથી દુકાનદારનું મોં દબાવવાનો હીન પ્રયાસ થયો હતો. ત્રીજા લુંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર કાઢ્યું હતું.
  • દુકાનદારે બૂમરાણ મચાવતાં ત્રણેય લુંટારા ભાગી છૂટ્યા હતા. એ વખતે દુકાનદારે પકડવા માટે તેમનો પીછો કર્યો હતો

નાસભાગ થતાં આજુબાજુના લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. જે બાબતે પોલીસ વિભાગ તાબડતોબ આવીને ત્રણેય લુંટારુ સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લુંટારુને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ સઘન પૂછપરછ ચલાવી હતી. આ ઘટનાને પગલે ભરૂચ પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત ટીમ વર્કથી માત્ર ગણતરીના બે જ કલાકમાં જ્વેલર્સ પાસેથી એકને, બીજાને અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજા આરોપીને શ્રવણ ચોકડીએથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર અમનકુમારસિંગ કૌશલસિંગ રાજપૂત (ઉં.વ.૩૧) (હાલ રહે.,ફ્લેટ-બી/૩૦૪ અભ્યોદય હાઈટ્સ, ભરૂચ, મૂળ રહે.,બધોના, જિ.શીવાન, બિહાર), ચંદનકુમાર સુભાષપ્રસાદ કુશવાહા (ઉં.વ.૨૧) (મૂળ રહે.,બલોન ગાંવ, જિ.શીવાન, બિહાર) અને મુકેશકુમાર છોટેલાલ સોની (ઉં.વ.૨૭) (બંને રહે.,વડદલા, તા.વાગરા, મૂળ રહે.,દેવાપુર, જિ-ગોપાલગંજ, બિહાર)ની ધરપકડ કરાઈ હતી.

ગુરુવારે સવારે સુંદરમ જ્વેલર્સ ત્રાટકીને ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પોલીસે બાઇક કિં.રૂ.૧ લાખ, ચાઇનીઝ બનાવટની પિસ્તોલ રૂ.૧૦૦૦, ગુનામાં ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ અને ત્રણ મોબાઈલ રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૬,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમનકુમારનું કોરોના કાળમાં અગાઉ નોકરી છોડી વિદેશ જવાનું પ્લાનિંગ હતું
પોલીસ સમક્ષ મોડસ ઓપરેન્ડીની ઘટસ્ફોટ માહિતી આપી હતી કે, મુખ્ય સૂત્રધાર અમનકુમારસિંગ સને-૨૦૧૫થી ભરૂચના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અલગ અલગ કંપનીમાં મેનેજર કક્ષાએ નોકરી કરતો હતો. સને-૨૦૨૧માં ગ્રાસીમ કંપનીમાં પ્રોડક્શન મેનેજર (સેક્શન હેડ)માં નોકરી કર્યા બાદ વિદેશ જવાના કારણે ગ્રાસીમ કંપનીમાં નોકરી છોડી દીધી હતી. જો કે, કોરોના મહામારીને કારણે વિદેશ આખરે જઈ શક્યો ન હતો. જેના કારણે આર્થિક સંકડામણ આવતાં ભરૂચ શહેરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. અને સુંદરમ જ્વેલર્સમાં અગાઉ સોનાની ખરીદી કરતો હતો. આર્થિક સંકડામણના કારણે લૂંટનું વ્યૂહાત્મક પ્લાનિંગ કરતાં બિહારથી અન્ય બે સાગરીત ચંદનકુમાર અને મુકેશકુમારને દોઢેક મહિના પહેલાં બોલાવીને વડદલા ખાતે ભાડે રાખતો હતો. આ ટોળકીએ લૂંટ ચલાવવાના ઈરાદે ભોલાવ એસ.ટી. ડેપો સામે દૂધધારા ડેરી પાસેથી બાઇક ચોરી કરી ભરૂચમાં સુંદરમ્ જ્વેલર્સની અવારનવાર રેકી કરાવતો હતો.

ટોળકી ઝડપાતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ સાથે સરાહના કરી
ભરૂચની સુંદરમ જ્વેલર્સને ત્રાટકેલા લુંટારુઓને ભરૂચ જિલ્લાની પોલીસે પલભરમાં ત્રણેય પરપ્રાંતીયને ઝડપી પાડી હતી. ભરૂચ પોલીસની સરાહનીય કામગીરીથી ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરીને શાબાશી આપી છે કે, ભરૂચના ઝાડેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં સોના-ચાંદીની લૂંટના પ્રયાસ બાદ બે જ કલાકમાં ભરૂચ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યા હતા. આવાં દુષ્કૃત્યોને જરા પણ ચલાવી લેવાશે નહીં.

ભરૂચના બે જાગૃત નાગરિકોએ પોલીસને મદદ કરનાર ભરૂચના બે જાગૃત નાગરિકોને પોલીસ સન્માનિત કરશે
ભરૂચમાં સનસનાટી સુંદરમ જ્વેલર્સમાં ધોળા દહાડે લૂંટ કરવાના ઈરાદે લુંટારુઓ ત્રાટક્યા હતા. સમગ્ર ઘટનામાં બે જાગૃત નાગરિકોએ પોલીસને હિંમતપૂર્વક આગળ આવીને મદદ કરતાં આખરે ઝડપવામાં સફળતા મળી છે. તેમની કાબીલેદાદ અને હિંમતપૂર્વકની કામગીરીને ભવિષ્યમાં ભરૂચ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવશે.

Most Popular

To Top